Not Set/ આંધ્રપ્રદેશની રાજધાનીમાં ફેરફાર કરનારુ બિલ વિધાનસભામાં રજૂ, વિરોધપક્ષનાં 800 નેતાઓ નજરકેદ

આંધ્રપ્રદેશ વિધાનસભામાં ત્રણ દિવસીય વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે, આંધ્રપ્રદેશ સરકારે ત્રણ રાજધાનીઓ બનાવવાની યોજનાને આકાર આપવા માટે એક બિલ રજૂ કર્યું હતું. આ બિલમાં રાજધાની સ્થળાંતર કરવાની ચર્ચા છે. આ જોતા વિપક્ષી નેતાઓને નજરકેદ (અટકાયત) કરવામાં આવી છે.  વાયએસઆર કોંગ્રેસ અધ્યક્ષ અને મુખ્ય પ્રધાન વાયએસ જગનમોહન રેડ્ડીએ સત્રની શરૂઆત થાય તે પહેલાં રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજી હતી. આ […]

Top Stories India
ap1 આંધ્રપ્રદેશની રાજધાનીમાં ફેરફાર કરનારુ બિલ વિધાનસભામાં રજૂ, વિરોધપક્ષનાં 800 નેતાઓ નજરકેદ

આંધ્રપ્રદેશ વિધાનસભામાં ત્રણ દિવસીય વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે, આંધ્રપ્રદેશ સરકારે ત્રણ રાજધાનીઓ બનાવવાની યોજનાને આકાર આપવા માટે એક બિલ રજૂ કર્યું હતું. આ બિલમાં રાજધાની સ્થળાંતર કરવાની ચર્ચા છે. આ જોતા વિપક્ષી નેતાઓને નજરકેદ (અટકાયત) કરવામાં આવી છે. 

વાયએસઆર કોંગ્રેસ અધ્યક્ષ અને મુખ્ય પ્રધાન વાયએસ જગનમોહન રેડ્ડીએ સત્રની શરૂઆત થાય તે પહેલાં રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજી હતી. આ બેઠકમાં આંધ્રપ્રદેશ રાજધાની ક્ષેત્ર વિકાસ સત્તામંડળ (એપીસીઆરડીએ) ને સંમતિ આપવામાં આવી હતી.

આ મુદ્દે વિરોધ ચાલુ છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ‘વિજયવાડા, ગુંટુર અને અમરાવતી ઉપરાંત રાજ્યના વિવિધ ભાગોમાં 57 જેટલા ટીડીપી નેતાઓને નજરકેદ રાખવામાં આવ્યા છે. આ લોકો સરકારના આ નિર્ણય સામે રેલી કાઢવાની યોજના બનાવી રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, વિવિધ પક્ષોનાં આશરે 800 નેતાઓની અટકાયત કરવામાં આવી છે.

તે જ સમયે, ટીડીપીના વડા એન.ચંદ્રબાબુ નાયડુએ રવિવારે મુખ્યમંત્રી વાય.એસ.જગનમોહન રેડ્ડીને ચેતવણી આપી હતી કે આનાથી આશરે 50 હજાર કરોડ રૂપિયાનું રોકાણ પાછું ફરશે અને ખેડૂતોને પણ મુશ્કેલી વેઠવી પડશે. પોતાના કાર્યકાળ દરમિયાન અમરાવતીને રાજધાની બનાવવામાં કોઈ અનિયમિતતાને નકારી કાઢાતાં નાયડુએ કહ્યું કે, તેમને અમરાવતીમાં તેને કોઈ વ્યક્તિગત લાભ નથી. તેમણે કહ્યું કે, પાર્ટી રાજ્યને થતા અન્ય કોઈ પણ નુકસાનને નિયંત્રણમાં રાખવા લડત ચલાવી રહી છે.

તેમણે આક્ષેપ કર્યો હતો કે, આંધ્રપ્રદેશ “વિનાશના માર્ગ પર” છે. નાયડુએ કહ્યું હતું કે, જો હાલની સરકાર કરારોનું સન્માન નહીં કરે તો તે રાજ્યની છબીને દૂષિત કરશે અને ભાવિ રોકાણો માટે રોકાણકારોનો વિશ્વાસ ઓછો કરશે. તેમણે કહ્યું કે, રાજ્ય પહેલેથી દેવામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.