માનવતા મરી/ બાળકના મૃતદેહને લઈ જવા મંગાયા હજારો રૂપિયા અને ગરીબ પિતા સાયકલ પર 90 કિમી લઈ ગયા શબ

પૈસાના અભાવે પિતાને તેના જ દીકરાનો મૃતદેહ અન્નમય જિલ્લાના ચિતવેલમાં બાઇક લઇ જવાની ફરજ પડી હતી. ડ્રાઇવરની માણસાઈ ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે.

Top Stories India
મૃતદેહ

આંધ્રપ્રદેશમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. આ ઘટના લોકોને વિચારતા કરે એવુઈ છે. આંધ્રપ્રદેશમાં એમ્બ્યુલન્સ નહિ મળતા ત્યારે એક પિતાએ તેના 10 વર્ષના પુત્રના મૃતદેહને મોટરસાઇકલ પર 90 કિમી સુધી લઈ જવો પડ્યો હતો. વિગત મળી રહી છે કે તિરુપતિની એક સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવરે આ માટે વધુ પૈસા માંગ્યા હતા. પૈસાના અભાવે પિતાને તેના જ દીકરાનો મૃતદેહ અન્નમય જિલ્લાના ચિતવેલમાં બાઇક લઇ જવાની ફરજ પડી હતી.

મળતી માહિતી અનુસાર એમ્બ્યુલન્સનાં ડ્રાઈવર ઉપર એવો આરોપ છે કે હોસ્પિટલમાં પ્રથમ એમ્બ્યુલન્સ ડ્રાઈવરે મૃતદેહને બીજી એમ્બ્યુલન્સમાં લઈ જવાનો ઈન્કાર કર્યો હતો. કહ્યું કે મૃતદેહ પોતાની એમ્બ્યુલન્સમાં જશે. સોમવારે રાત્રે રૈયાની સરકારી જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ખેતમજૂરના પુત્ર જેસવાનું તબિયત બગડતાં મોત નીપજ્યું હતું. એમ્બ્યુલન્સ ડ્રાઈવરે મૃતદેહને હોસ્પિટલ લઈ જવા માટે 10 હજાર રૂપિયા માંગ્યા હતા. જે ગરીબ પિતા ચૂકવી શક્યા ન હતા. અને ડ્રાઈવરે કોઈપણ પ્રકારની માનવતા દાખવવાના બદલે માત્ર પૈસાને મહત્વ આપ્યું હતું. આમ પિતાને તેના પુત્રનાં મૃતદેહને સાયકલ પર 90 કિલોમીટર સુધી લઈ જવો પડ્યો હતો. આ ઘટનાથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલની એમ્બ્યુલન્સના ચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આરોપ છે કે હોસ્પિટલ સત્તાવાળાઓએ તેમની એમ્બ્યુલન્સનું સંચાલન બંધ કરી દીધું છે અને ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકો સાથે મીલીભગત કરી જેઓ લોકોને લૂંટતા હતા.

આ પણ વાંચો : તંજાવુર મંદિરમાં મોટી દુર્ઘટના, શોભાયાત્રા દરમિયાન વીજ કરંટ લાગવાથી 11 લોકોના મોત,અનેક ઘાયલ

ગુજરાતનું ગૌરવ