@ પૂજા નિષાદ
કાળઝાળ ગરમીમાં માત્ર માણસો જ નહીં પણ પશુ-પંખીઓ પણ ત્રસ્ત છે. પશુ-પક્ષીઓ છાંયડો શોધી રહ્યા છે ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં કાગડાઓ પાણીનો સહારો લેતા જોવા મળ્યા હતા, આ તસવીરમાં જોઈ શકો છે કે કઈ રીતે કાગડાઓ ન્હાતા નજરે પડી રહ્યા છે.
ગુજરાતમાં હાલ આકરી ગરમી યથાવત છે. તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર કરી ગયો હતો. હાલમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. તેનાથી માત્ર માણસો જ નહીં પરંતુ પશુ-પક્ષીઓ પણ પરેશાન છે. આ તસ્વીર તમને જોવા પર મજબુર કરી દેશે કે લોકોની સાથે સાથે પક્ષીઓને પણ ગરમી અસર પડી રહી છે, પક્ષીઓ પણ પાણી માટે વલખા મારી રહ્યા છે.
આ તીવ્ર ગરમીમાં પાણી મળવું એ પશુ પક્ષીઓ માટે સૌથી મોટો પ્રશ્ન છે, જેની તલાસમાં પક્ષીઓ છાંયડો અને પાણીનો સહારો લેવા વલખા મારતા હોય છે, ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે પાણીનો સહારો લેવા કાગડાઓનું એક મોટુ ઝુંડ પોહચી આવ્યું હતું, કાગડાઓના ટોળાએ તેમના શરીરનું તાપમાન ઠંડું કરવા ન્હાતા નજરે પડ્યા હતા, તમે અહેવાલો માં જોયા હશે કે રખડતા પ્રાણીઓ અને પક્ષીઓ તીવ્ર ગરમીને કારણે મૃત્યુ પામ્યા છે કારણ કે તેઓને આ તીવ્ર ગરમીમાં પીવાનું પૂરતું પાણી અને રહેવા માટે ઠંડી જગ્યા મળી શકતી નથી. આવી સ્થિતિમાં, આપણા પોતાના સ્તરે તેમની સુરક્ષા કરવી એ આપણા મનુષ્યોની ફરજ છે.
આ પણ વાંચો: ‘ભગવાન જગન્નાથ PM મોદીના ભક્ત’ નિવેદનનો વીડિયો વાયરલ થતા ભાજપ નેતા સંબિત પાત્રાએ માંગી માફી
આ પણ વાંચો: સરકારી કર્મચારીઓને લીલા લહેર, વર્ષના 365 દિવસમાં માત્ર 240 દિવસ કામ, રજાઓ મામલે હરિયાળી
આ પણ વાંચો: PM મોદી અને રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓએ રાજીવ ગાંધીને આપી શ્રદ્ધાંજલિ