અંકિતા લોખંડે અવારનવાર વિડીયો પોસ્ટ કરતી રહે હોય છે અને અંકિતા લોખંડેની પોસ્ટને લઈને યુઝર્સ પણ લાઈક્સ અને કોમેન્ટ્સ કરતા રહેતા હોય છે. જોકે, તેના ચાહકો તેની પોસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. ત્યારે ફેન્સની આતુરતાનો અંત લાવતા ફરી એકવખત અંકિતા લોખંડે પોતાના સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તો આવો જાણીએ એવું તો શું છે આ વિડીયોમાં.
અંકિતા લોખંડે પોસ્ટ કરેલ વિડીયોમાં અભિનેત્રી ઈંગ્લીશ સોન્ગ પર બિન્દાસ ડાન્સ કરી રહી છે. તેણે આ વીડિયોને પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું – ” જે લોકો ડાન્સ કરે છે તેમનું આત્મ-સમ્માન વધારે હોય છે અને જીવન પ્રત્યે વધુ પોઝિટીવ દ્રષ્ટિકોણ ધરાવે છે.” અંકિતા લોખંડેના આ ડાન્સ વિડીયોને અત્યાર સુધીમાં 11 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. તેના ફેન્સ આ વિડીયો પર ખુબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જોકે, આ પહેલી વાર નથી કે અભિનેત્રીના વિડીયોને આટલી લાઈક્સ કે જોવામાં આવ્યો હોય આ અગાઉ પણ એક વિડીયો કે જેમાં અભિનેત્રીએ લાલ ઈશ્ક સોન્ગ પર જબરદસ્ત અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી હતી.
View this post on Instagram
આપને જણાવી દઈએ કે, અંકિતા લોખંડેએ ‘પવિત્ર રિશ્તા’ સીરીયલથી ટેલીવિઝન પર ડેબ્યુ કર્યું હતું. આ શોમાં અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત લીડ રોલમાં જોવા મળ્યા હતા. પવિત્ર રિશ્તા પછી અંકિતા લોખંડેએ ‘એક થી નાયકા’, અને ‘શક્તિ-અસ્તિત્વ કી અહેસાસ કી’ જેવા શો માં જોવા મળી છે. જો કે અંકિતા લોખંડેએ ગયા વર્ષે કંગના રનૌતની ફિલ્મ ‘માણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ થી બોલીવુડમાં પણ ડેબ્યુ કર્યું સાથે જ ‘બાગી – ૩’ માં અભિનય કર્યો હતો. જોકે, અંકિતા લોખંડે ટીવી શો ‘ઝલક દીખલા ઝા’ અને કોમેડી સર્કસ જેવા રીયાલીટી શોમાં જોવા મળી ચુકી છે.