- એશિયાની નંબર વન GIDC ના 12 મો ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં 250 સ્ટોલ
- ત્રિ-દિવસીય ઔધોયોગિક પ્રદર્શનનું ઉદ્ઘાટન GIDC ના રાજ્યનાં ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલ કરશે
- 1.50 લાખ સ્કવેર ફિટ લેન્ડસ્કેપ એરિયામાં ત્રિદિવસીય મેગા એક્સપો યોજાશે
- રાજ્યની તમામ ઔદ્યોગિક વસાહતોમાંથી પ્રતિનિધિઓ આ એક્સપોની મુલાકાત લેશે
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો 12 મો ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો તા. 6 થી 8 જાન્યુઆરી દરમ્યાન ડી.એ. આનંદપુરા સાંસ્કૃતિક અને રમત ગમત સંકુલ ખાતે યોજાશે. દોઢ લાખ સ્કેવર ફુટ લેન્ડસ્કેપ એરીયામાં યોજાનારા આ મેગા પ્રદર્શનમાં આઠ ડોમમાં નાના – મોટા થઇને 250 થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
આ એકઝીબીશન સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. એકઝીબીશનનું ઉદ્ઘાટન ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલ દ્વારા કરવામાં આવશે. જેમાં વિધાનસભાના ઉપદંડક દુષ્યંત પટેલ, અંકલેશ્વર ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ તથા લઘુ ભારતી ઉદ્યોગના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવભાઇ પ્રજાપતિની ઉપસ્થિતિમાં થશે. સમારંભ દરમ્યાન AIA આનંદપુરા ટ્રોફી વિતરણનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે. જેમાં માઇક્રો, સ્મોલ , મીડીયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એકસપોર્ટ અને હાયર મેન્યુફેચરીંગ ટર્નઓવરની પ્રતિયોગિતામાં વિજેતા થયેલ તમામને ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવશે.
એકઝીબીશનમાં ફાર્માસ્યુટીકલ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, પોલીમર્સ, એગ્રીકલ્ચર પેસ્ટીસાઇડસ, ઓઇલ એન્ડ લુબ્રીકેન્ટ, એન્જનીયરીંગ, ટુલ્સ એન્ડ મશીનરી, પ્રોસેસ કન્ટ્રોલ, પોલ્યુશન કન્ટ્રોલ ઇકવીપમેન્ટસ, ઇલેકટ્રીકલ્સ, ઇલેકટ્રોનીકસ વિ. ઉદ્યોગોએ ભાગ લીધો છે. આ એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોની મુલાકાત ગુજરાતની નામાંકિત ઔદ્યોગિક વસાહતો જેવી કે વાપી, વટવા, નંદેસરી, દહેજ, ઝઘડીયા, પાનોલી, નરોડા, ભાવનગર, ઓઢવ, સાયખા, વિલાયત તેમજ આસપાસના રાજયોમાંથી પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ ભાગ લેશે.
એકઝીબીશનમાં ભાગ લેતા તમામ મુલાકાતીઓ માટે કોવિડ-19 ની ગાઇડ લાઇનના ભાગરૂપે ઓન લાઇન વીઝીટર્સ રજીસ્ટ્રેશન માટેની વ્યવસ્થા રાખવામાં આવેલ છે, જેમાં વીજીટર્સ www.aiaexpo.in પર જઇને ફરજીયાત નોંધણી કરાવવાની રહેશે અને QR Code સ્કેન કરીને પ્રવેશ આપવામાં આવશે. જેથી તમામ મુલાકાતીઓને આ કોન્ટેકટલેસ પ્રક્રિયાને અનુસરવા AIA પ્રમુખ રમેશ ગાબાણી, પ્રોજેકટ ચેરમેન પ્રવિણ તેરૈયા સહિતે જણાવ્યું છે.
વધુમાં 6 અને 7 જાન્યુઆરીએ એક્સપો સ્થળે જ અંકલેશ્વર એનવાયરમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટી દ્વારા 2 દિવસીય ઇન્ટ્રીગરેટિંગ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ પરસ્પેકટિવ ઇન પેંડેમીક સિચ્યુએશન પર સેમિનાર આયોજિત કરાયો છે. જેમાં વિવિધ ઉદ્યોગોના 300 પ્રતિનિધિઓ ભાગ લેશે.
Karnataka / કર્ણાટક સંસ્કૃત યુનિવર્સિટીનું મળ્યું કાયમી કેમ્પસ, CM કરશે શીલાન્યાસ
બાળકોનું રસીકરણ / પ્રથમ દિવસે 30 લાખ બાળકોને રસી અપાઈ, 44 લાખથી વધુ રજીસ્ટ્રેશન
શિક્ષક બન્યો હેવાન / પરીક્ષામાં સારું પરિણામ જોઈએ છે ? તો હું કહું તેમ કરવું પડશે..!