Mumbai News: મુંબઈ (Mumbai)ના ધારાવી (Dharavi)માં ગેરકાયદે મસ્જિદ (Mos) તોડવા ગયેલી BMCની ટીમ પર લોકોએ હુમલો કર્યો. આ દરમિયાન લોકોએ BMC મશીનોમાં પણ તોડફોડ કરી હતી. મસ્જિદ તોડી પાડવાના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. હાલ ભારે પોલીસ દળ ઘટનાસ્થળે હાજર છે અને સ્થિતિ કાબુમાં છે.
BMCના અધિકારીએ આ મામલે મુસ્લિમ સમુદાયના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે. ધારાવીમાં 25 વર્ષ જૂની સુભાનિયા મસ્જિદનું દબાણ ગેરકાયદે જાહેર થયું હતું. જેના બાદ આજે BMC અધિકારીઓ સુભાનિયા મસ્જિદ તોડવા પંહોચ્યા હતા ત્યારે મુસ્લિમ સમુદાય દ્વારા બબાલ કરતાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે મસ્જિદ તોડતા પહેલા BMCએ ડિમોલેશન નોટિસ અંગે લોકોને જાણ પણ કરી હતી તેમ અધિકારીઓએ જણાવ્યું. મુસ્મિમ સમુદાયનું કહેવું છે કે આ મસ્જિદ ઘણી જૂની હોવાથી તોડી શકાય નહી. આ મામલે સાંસદ વર્ષા ગાયકવાડે માહિતી આપી કે તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદેજી સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ આ મામલે આશ્વાસન આપતાં ડિમોલિશન પ્રક્રિયા રોકવાના પ્રયાસ કરાશે તેમ જણાવ્યું હતું.
#BREAKING : Radical Islamists in Dharavi strongly opposed the demolition of the illegal part of Mehboob-e-Subani Mosque. Protesters damaged a vehicle belonging to the Mumbai Municipal Corporation that arrived for the demolition. Tensions escalated as radicals blocked the road &… pic.twitter.com/0Vbbk44k5q
— Baba Banaras™ (@RealBababanaras) September 21, 2024
અગાઉ ધારાવીમાં BMC ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. 6 જૂનના રોજ મુંબઈના પવઈમાં, લોકોએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) કર્મચારીઓ અને પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો જે ગેરકાયદેસર અતિક્રમણ હટાવવા ગઈ હતી. આ હુમલામાં 5 પોલીસકર્મી ઘાયલ થયા હતા. નોંધનીય છે કે પવઈના હિરાનંદાની વિસ્તારમાં વર્ષો જૂની ઝૂંપડપટ્ટી આવેલી છે. પાલિકાએ આ ઝૂંપડા માલિકોને નોટિસ આપી હતી. આજે નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ ત્યાં ઘૂસી આ ગેરકાયદેસર રીતે વસેલી ઝૂંપડપટ્ટીને હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. કાર્યવાહી સમયે મોટી સંખ્યામાં પોલીસ પણ ત્યાં હાજર હતી. પરંતુ આ કાર્યવાહીથી સ્થાનિક રહેવાસીઓમાં રોષ ફેલાયો હતો. તેઓએ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પર પથ્થરમારો શરૂ કર્યો. જેના કારણે ભારે અરાજકતા સર્જાઈ હતી. આ પછી પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. હાલ આ વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે જુલાઈ 2017માં BMCએ કે વેસ્ટ વોર્ડમાં 42 ગેરકાયદે ધાર્મિક સ્થળોમાંથી 37 શાંતિપૂર્ણ રીતે દૂર કર્યા હતા. જાહેર મિલકત પર સ્થિત ગેરકાયદેસર ધાર્મિક સ્થળોને તોડી પાડવાના બોમ્બે હાઈકોર્ટના આદેશના બાદ વેસ્ટ વોર્ડમાંથી શાંતિપૂર્ણ રીતે ધાર્મિક સ્થળ સહિતના દબાણો દૂર કરાયા હતા. 2017માં BMC અધિકારીઓએને આ દબાણો કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર ઓછામાં ઓછા 37 સ્ટ્રક્ચર્સને તોડી પાડવામાં સફળતા મેળવી હતી. જ્યારે આજે મસ્જિદ સહિતના દબાણો દૂર કરવા ગયેલ BMC અધિકારી પર હુમલા કરવામાં આવી રહ્યો છે અને હંગામો મચાવતા લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
આ પણ વાંચો: PM મોદી દેશની પ્રથમ ‘વંદે મેટ્રો’ ટ્રેનને આપશે લીલી ઝંડી
આ પણ વાંચો: PM મોદીના ઘરે આવ્યા આ ખાસ મહેમાન, નામકરણ પણ કરાયું
આ પણ વાંચો: PM મોદી જમ્મુ-કાશ્મીરનાં ડોડામાં સંબોધશે જનસભા, સુખદ પરિવર્તનની આશા