Ahmedabad News : અમદાવાદમાં મારામારીનો વધુ એક બનાવ બન્યો છે. જેમાં એક બ્લિડરની દાદાગીરી સામે આવી છે. જેમાં બિલ્ડરે એસજી હાઈવે પરની એક હોટેલમાં મારામારી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ બિલ્ડર એસજી હાઈવે પરની એક હોટેલમાં જમવા માટે ગયો હતો. જ્યાં જમવા બાબતે તેને હોટેલના મેનેજર સાથે ઝઘડો થયો ગતો. બાદમાં બિલ્ડરે મેનેજર સાથે અભદ્ર ભાષા બોલીને તેની સાથે મારામારી કરી હતી.
તપાસમાં બોપલના બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાએ હોટેલમાં ધમાલ મચાવી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે સરખેજ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: જુનાગઢમાં સોનાના દાગીનાની લૂંટનો મામલો, ફરિયાદી જ નીકળ્યો આરોપી
આ પણ વાંચો:જુનાગઢના જે.કે.સ્વામી વિરૂધ્ધ ગુનો દાખલ
આ પણ વાંચો: જુનાગઢમાં તારાજી સર્જાતા લોકોએ તંત્રને આપ્યો દોષ