Mahesana News : રાજ્યમાં વધુ એક કંપનીની રોકાણકારો સાથે છેતરપિંડી સામે આવી છે. જેમાં મહેસાણાના નાની કડીમાં રોકાણના નામે આરોપીઓે કરોડો રૂપિયા પડાવ્યા હતા. MS પ્રોપર્ટી અને ક્રાઉન ફિન નામની ઓફિસ ખોલીને આરોપીઓએ લોકો પાસેથી નાણાં પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે. જેમાં રોકાણ પર 10 ટકાનું વળતર આપવાની કૌભાંડીઓએ લાલચ આપી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.
અંબાસણનો વિજયસિંહ અને નાની કડીના હસમુખલાલ પટેલે રોકાણકારોને ઉંચા વળતરની લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. જ્યારે મુંબઈના મહેમુદ ઈસ્માઈલ શેખ પોતે સંચાલક હોવાની
ઓળખ આપી હતી. આ કૌભાંડીઓએ મહેસાણાના કડીમાં આલીશાન ઓફિસ પણ બનાવી હતી. મુંબઈથી મહેસાણા તથા કડીમાં રોકાણકારો સાથે મિટીંગ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. આરોપીઓ લોકોને મોંઘી ગિફ્ટ અને લોભામણી લાલચો આપીને ટાર્ગેટ કરતા હતા.
તે સિવાય રોકાણકારો પાસે રૂ. 500ના સ્ટેમ્પ પર લખાણ અને નોટરી કરાવવામાં આવતી હતી. બીજીતરફ એજન્ટોએ ઓફીસ અને ફોન બંધ કરી દેતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.