Kutch News/ અંજારની લેડી ડોન પર વધુ એક ફરિયાદ,ફર્નિચરના વેપારી સાથે કરી ઠગાઈ

કચ્છના અંજારની લેડી ડોન તરીકે પ્રખ્યાત રીયા ગૌસ્વામી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. વ્યાજખોર ત્રિપુટીએ ફર્નિચર બનાવનાર સાથે ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

Top Stories Gujarat
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 09 14T183659.686 અંજારની લેડી ડોન પર વધુ એક ફરિયાદ,ફર્નિચરના વેપારી સાથે કરી ઠગાઈ

Kutch News:કચ્છના અંજારની લેડી ડોન તરીકે પ્રખ્યાત રીયા ગૌસ્વામી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. વ્યાજખોર ત્રિપુટીએ ફર્નિચર બનાવનાર સાથે ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઈ છે, અંજારની લેડી ડોન રીયા ગૌસ્વામી સહિત 3 લોકો સામે આદિપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ ફર્નિચરના વેપારીને કામના અડધા રૂપિયા આપીને દાદાગીરી કરી હતી. અને વેપારીને ધાક અને ધમકી પણ આપી હોવાનું સામે આવ્યું છે. અંજારની લેડી ડોન સામે અનેક પોલીસ ફરિયાદો દાખલ છે. જેના કારણે પોલીસે રિયા ગૌસ્વામી સહિત 3 સામે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

3 વ્યાજખોરો સામે મારી નાખવાની ધમકી, મારામારી સહિતના ગુનાનો અંજાર પોલીસ મથકમાં નોંધાયેલા છે. રિયા ગોસ્વામીની બહેન આરતી ગૌસ્વામી અને ભાઈ તેજસ ગૌસ્વામી સામે અનેક ગુનાઓ પોલીસ ચોંપડે નોંધાયેલા છે.અંજાર પોલીસ દ્વારા વ્યાજખોરીની બદી ઉપરાંત અન્ય ગુનામાં સંડોવાયેલી ટોળકી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્રણેય ભાઈ-બહેન સામે વ્યાજખોરી, પઠાણી ઉઘરાણી અને મારામારી સહિતના અનેક ગુનાઓ પહેલાં જ નોંધાયેલા છે.

પરંતુ તેમ છતાં તેઓ સુધરવાનું નામ ન હતા લઈ રહ્યા. બે કિસ્સામાં તો ભોગ બનનારને આત્મહત્યા માટે મજબૂર કર્યાની પણ ફરિયાદ છે. ઉલ્લેખનીય છે કે, 31 જુલાઈ, 2024ના રોજ અંજારના મુમતાઝબેન લુહારે ત્રણેય ભાઈ-બહેન વિરુદ્ધ ગેરકાયદે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીની ફરિયાદ નોંધાવી હતી. લેડી ડોન રિયા અગાઉ પાસા હેઠળ પણ જેલમાં જઈ ચુકી છે. પરંતુ જામીન પર બહાર આવ્યા બાદ ગુનાહિત પ્રવૃત્તિમાં લાગી જતી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છમાં ભારે વરસાદ પછી રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરતા ઋષિકેશ પટેલ-પ્રફુલ પાનશેરિયા

આ પણ વાંચો:કચ્છના કાસેઝના ગોદામમાંથી ત્રણ લાખથી વધુ રકમની સોપારીની ચોરી

 આ પણ વાંચો:કચ્છ જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે કાર્યરત: આરોગ્યમંત્રી