Vadodra News : ઈન્ક્મટેક્સ વિભાગે બીજે દિવસે પણ વડોદરામાં મેગા ઓપરેશન ચાલુ રાખ્યું હતું. જેમાં ચાર બિલ્ડર ગ્રુપના એકાઉન્ટચ ઉપરાંત દાગીના, રોકડ રકમ અને લોકર સીઝ કરવામાં આવ્યા હતા. દિવાળીના તહેવાર પૂર્વે શહેરના ચાર બિલ્ડર ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે ગઈકાલથી દરોડા પાડ્યા છે. જેમાં રત્નમ ગ્રુપ, સિદ્ધેશ્વર, ન્યાલકરણ અને શ્રીમયી બિલ્ડર ગ્રુપનો સમાવેશ થાય છે. આ ચારેય ગ્રુપ અને આર્કિટેક્ટને ત્યાં ઇન્કમટેક્સ વિભાગની દરોડાની કાર્યવાહી આજે બીજા દિવસે પણ ચાલુ છે. આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડરોના બેંક એકાઉન્ટો અને બેંક લોકરો સીઝ કર્યાં હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત જવેરાત અને રોકડ સીઝ કરી તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. કરોડોનું બિન હિસાબી કાળુ નાણું બહાર આવે તેવી શક્યતા છે.મળેલી માહિતી પ્રમાણે શહેરના આ ચારેય બિલ્ડર ગ્રુપોને ત્યાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓની અલગ અલગ 20 સ્થળોએ બુધવારે દરોડાની કામગીરી હાથ ધરી હતી. શહેરના હરણી મોટનાથ મંદિર પાસે શરૂ કરવામાં આવેલી રત્નમ ગ્રુપની સ્કીમના સંચાલક નિલેશ શેઠ, તેના ભાઈ પ્રકાશ શેઠ સહિત તેમના ભાગીદારોના નિવાસસ્થાન તેમજ વુડા સર્કલ પાસે આવેલી ઓફિસ સહિત 20 જેટલા સ્થળો ઉપર આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કામગીરી ચાલી રહી છે.આ ઉપરાંત સિદ્ધેશ્વર ગ્રુપની હરણી મોટનાથ રોડ, વાઘોડિયા રોડ સહિત વિવિધ વિસ્તારોમાં ચાલતી કનસ્ટ્રક્શન સાઈટોની ઓફિસો, ભાગીદારોની ઓફિસો, નિવાસસ્થાનો સહિત 20 જેટલા સ્થળોએ દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આવકવેરા વિભાગ દ્વારા જમીન ખરીદ-વેચાણના દસ્તાવેજો, બેંક વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવકવેરા વિભાગે બુધવારે વહેલી સવારથી શરૂ કરેલી કામગીરીમાં 150થી વધુ અમદાવાદ, સુરત અને વડોદરાના આવકવેરાના અધિકારીઓની અલગ અલગ ટીમોએ કામગીરી શરૂ કરી છે. દરોડા દરમિયાન બિલ્ડર ગ્રુપો પાસેથી કરોડો રૂપિયાનુ બિન હિસાબી કાળુ નાણું ઝડપાય તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. આજે બીજા દિવસે પણ આવકવેરા વિભાગની કામગીરી ચાલુ છે.જોકે, આ અંગે અમદાવાદ ઇન્કમટેક્સ વિભાગની હેડ ઓફિસથી માહિતી આપવામાં આવી હતી કે, રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ન્યાલકરન (Nyalkaran) અને રત્નમ ગ્રુપ તથા તેની સાથે સંકળાયેલા લોકોને ત્યાં 20 સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરીને વ્યાપક પ્રમાણમાં વધાજનક દસ્તાવેજો કબજે કર્યા છે.
હાલ દરોડાની કાર્યવાહી ચાલુ છે. દરોડામાં મોટી માત્રામાં કરચોરી હાથ લાગે તેવી શક્યતા છે.અમદાવાદ, વડોદરા તથા સુરતમાં ગ્રુપના ધંધા તેમ જ રહેઠાણના સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૂળ દરોડા વડોદરામાં પાડવામાં આવ્યા છે, તેમની સાથે સંકળાયેલા લોકોના અમદાવાદ તથા સુરત ખાતે પણ દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં ચારથી પાંચ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ દરોડાની કામગીરી વધુ દિવસ સુધી ચાલુ રહેવાની સંભાવના દેખાઈ રહી છે. આ બિલ્ડર ગ્રુપ હોવાથી તેમની સાથે સંકળાયેલા લોકોમાં અન્ય ધંધા સાથે સંકળાયેલા લોકો જેવા કે લેમીનેશન વગેરે ધંધાર્થીઓનો સમાવેશ થાય છે.
વડોદરાનું રત્નમ બિલ્ડર્સ 1989થી વિવિધ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ કરી રહ્યું છે. 35 વર્ષમાં રત્નમ લાઇફ સ્ટાઇલ, રત્નમ પાર્ક વ્યૂ અને રત્નમ ગ્રીન ફિલ્ડ સહિત લગભગ 44થી વધુ પ્રોજેક્ટ્સ પાર પાડ્યા છે.આ પહેલા આવકવેરા વિભાગે ફાઇનાન્સર અને કોન્ટ્રાકટર ગ્રુપ પર 17 મે, 2024ના રોજ દરોડા પાડ્યા હતા. જેમાં વડોદરા અને અમદાવાદનાં માધવ ગ્રૂપ અને ખુરાના ગ્રૂપનાં 30 સ્થળો પર ઓફિસ અને રહેઠાણો પર દરોડા કર્યા હતા.વડોદરાના ખુરાના ગ્રુપના અશોક ખુરાના સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ રેડમાં આવકવેરા વિભાગને 400 કરોડના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા હતા. આવકવેરા વિભાગે અંદાજે પાંચ કરોડની રોકડ અને ઝવેરાત જપ્ત કર્યુ હતું. જ્યારે વીસથી વધુ લોકરો સીલ કર્યા હતા. આ દરમિયાન 400 કરોડથી વધારેના બિનહિસાબી વ્યવહારો બહાર આવ્યા હતા.
આ પણ વાંચો:હરણી બોટ કાંડ પછી સ્કૂલોના પ્રવાસને લઈને સરકારી ગાઇડલાઇન તૈયાર
આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સુવિધામાં વધારો, ‘હેલ્થ લાઉન્જ’ આપશે આરોગ્યની માહિતી
આ પણ વાંચો:ખરાબ હવામાનના કારણે અમદાવાદ એરપોર્ટથી જતી આવતી 30 ફ્લાઈટ મોડી પડી