Surat News: સુરતના કાપોદ્રામાં જાહેર રોડ પર યુવતી પર ચપ્પુ વડે હુમલો થવાની ઘટના સામે આવી છે.યુવતીએ મિત્રતા રાખવાની યુવકને ના પાડતા ચપ્પુથી હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.હાલ કાપોદ્રા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં થયેલ ગ્રીષ્મા હત્યાકાંડની ઘટના આજે પણ લોકો ભૂલી શક્યા નથી.એક તરફી પ્રેમમાં યુવાને જાહેરમાં જ યુવતી પર ચપ્પુથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી નાખી હતી.ત્યારે ફરી એક વાર આવી જ ઘટના બનતા રહી ગઈ છે.
મળતી વિગત પ્રમાણે સુરતના કાપોદ્રા વિસ્તારમાં રેહતી અને વેસુની કોલેજમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષીય યુવતી પર ચપ્પુથી હુમલો કરવાની ઘટના સામે આવી છે.યુવતી સોશિયલ મીડિયા ઉપર છેલ્લા ચાર વર્ષથી રોકી વસાવા નામના યુવાન સાથે સંપર્કમાં હતી.
બન્ને સમયાંતરે રૂબરૂ મળી વાતચિત કરતા હતા ત્યારે છેલ્લા એક મહિનાથી યુવતીએ યુવક રોકી વસાવા સાથે વાત કરવાનું અને મળવાનું બંધ કર્યું હતું.ત્યારે તારીખ ૦૬/૦૨/૨૦૨૪ના રોજ યુવતી બપોરના સમયે તેના કોલેજના બે મિત્રો સાથે બાઈક પર બેસી કોલેજથી પરત ઘરે આવવા નીકળી હતી ત્યારે કાપોદ્રા બુટભવાની ચાર રસ્સા નજીક રોકી વસાવા રીક્ષામાં આવ્યો હતો અને યુવતી જે બાઈક પર બેઠી હતી તે બાઈકને લાત મારી હતી જેથી યુવતી નીચે પટકાઈ હતી.
બાદમાં યુવક રોકી વસાવાએ યુવતી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો જેથી યુવતીએ પ્રતિકાર કરતા યુવતીને કપાળના ભાગે ચપ્પુના ઘા વાગી ગયા હતા અને યુવતી ઈજાગ્રસ્ત થઈ હતી.ઘટના બાદ રાહદારીઓનું ટોળું એકત્ર થઇ ગયું હતું અને આરોપી યુવક રોકી વસાવાને ઝડપી પાડ્યો હતો.હાલ કાપોદ્રા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે યુવક અને યુવતી બન્ને વચ્ચે મિત્રતા હતી ત્યારે યુવતીએ મિત્રતા રાખવાની ના પાડતા યુવકે રોષે ભરાઈ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચો:ગુજરાતના તમામ ક્લિનિકલ મેડિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સની નોંધણી હવે ફરજિયાત
આ પણ વાંચો:રામલલ્લાનાં દર્શન કરવા ઈચ્છતાં શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર…
આ પણ વાંચો:અમદાવાદ ઇન્ટરનેટ બ્રોડબેન્ડ સ્પીડમાં પાંચમાં ક્રમે