Surat News : છેડતીના વધુ એક બનાવમાં શાળાના કામાંધ આચાર્યએ બાળકીની છેડતી કરતા ચકચાર મચી છે. જેમાં સુરતના માંડવી તાલુકાના નરેન ગામે આવેલ શ્રી દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ સંચાલિત આશ્રમ શાળામાં ગુરુના શેતાની કારસ્તાન બહાર આવ્યા છે. આશ્રમ શાળાના આચાર્ય પર બાળકીઓનું શારીરિક અડપલાં કર્યાના ગંભીર આરોપ લાગતા આદિજાતિ વિભાગ અને પોલીસ હરકતમાં આવી છે. અને ભોગ બનનાર બાળકોના પરિવાર ની ફરિયાદ સાંભળી આચાર્ય સામે એટ્રોસિટી અને પોક્સો નો ગુનો નોંધી વધુ તપાસ તેજ કરતા શિક્ષણ જગતમાં ફફડાટ મચી ગયો છે.
આ સાથે આદિવાસી સમાજની બાળકી સાથે વધુ એક ગંભીર ઘટના બનતા સમાજ માં પણ રોષ જોવા મળી રહ્યો છે. આમતો ગુરુને ભગવાન નો દરજ્જો આપવામાં આવ્યો છે એટલે શાળામાં સવારે થતી પ્રથનામાં ગવાય છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા…પરંતુ અહીતો ગુરુ જ શેતાન નીકળ્યો છે. વાત જાણે એમ છે કે માંડવીના નરેણ ગામે આવેલી આશ્રમ શાળામાં 24 વર્ષથી શિક્ષક અને 11 વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા યોગેશ પટેલ સામે જ ગંભીર આક્ષેપ કરાયા છે. એક નહીં અનેક આશ્રમ શાળાની બાળકીઓ આગળ આવી છે અને આચાર્ય ના કારસ્તાનને ખુલ્લો કરી નાખતા ચકચાર મચી ગઈ છે. આદિવાસી સમાજમાં આ ઘટના ને લઇ ઘેરા પ્રત્યઘાત જોવા મળી રહ્યા છે. દાહોદની ઘટના હજી ભુલાઈ નથી ત્યાં સુરતના માંડવી તાલુકાના નરેણ ગામે આવેલ આશ્રમ શાળાના આચાર્ય ની કરતૂત બહાર આવી.
એતો આદિજાતિ વિભાગ મંડળના અધિકારીઓ આશ્રમ શાળાની મુલાકાતે આવ્યા અને ગૃહમાતા અને બાળકોને શિક્ષણ ને લઇ પૂછપરછ કરતા ગૃહ માતા અને બાળકો એ પોતાની વેદના થાલવતા અધિકારીઓ પણ ચોકી ગયા હતા. અને ત્યારબાદ આ આખો મામલો આચાર્ય નો ભોગ બનનાર બાળકો એ તેમના પરિવાર ને ફરિયાદ કરતા પરિવારજનો માંડવી પોલીસ સ્ટેશન પોહ્ચ્યા હતા. અને તાબડતોડ આરોપી આચાર્ય ની અટકાયત કરી પૂછપરછ મોડી રાત સુધી કરવામાં આવી હતી. અને પૂછપરછના અંતે માંડવી પોલીસે એટ્રોસિટી એક્ટ અને પોસ્કો હેઠળ ગુનો નોંધી આચાર્ય સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો:દહેજના દરોડામાં એટીએસને મળી સફળતા, ડ્રગ્સનો 30 કરોડનો મુદ્દામાલ ઝડપાયો
આ પણ વાંચો:ઈસ્લામિક સ્ટેટ(આઈએસ) સાથે સંકળાયેલા ચાર શ્રીલંકન શખ્સોને ઝડપી લેતી એટીએસ
આ પણ વાંચો:ગુજરાતમાંથી 400 કરોડથી વધુ રકમનું ડ્રગ્સ પકડાયુંઃ એટીએસ-કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન