Arvalli news/ મોડાસાના BZ સ્કેમમાં વધુ એક ઘટસ્ફોટ, ગ્રુપના એજન્ટ શિક્ષકનો વિડીયો વાયરલ

મોડાસાના BZ સ્કેમમાં વધુ એક ઘટસ્ફોટ સામે આવ્યો. આ ગ્રુપના વધુ એક એજન્ટ શિક્ષકનો વિડીયો વાયરલ થતા હોબાળો મચ્યો છે.

Top Stories Gujarat Others
Cricket Tutorials YouTube Thumbnail 18 મોડાસાના BZ સ્કેમમાં વધુ એક ઘટસ્ફોટ, ગ્રુપના એજન્ટ શિક્ષકનો વિડીયો વાયરલ

Arvalli News: મોડાસાના BZ સ્કેમમાં વધુ એક ઘટસ્ફોટ સામે આવ્યો. આ ગ્રુપના વધુ એક એજન્ટ શિક્ષકનો વિડીયો વાયરલ થતા હોબાળો મચ્યો છે. એજન્ટ શિક્ષકના વિડીયો તેમજ ગેટ ટુ ગેધર પત્રિકા સોશિયલ મિડિયામાં વાયરલ થયા. નેશનલ હોટલમાં રખાયેલ ગેટ ટુ ગેધર પત્રિકામાં વી.ડી. પટેલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો.

મયુર દરજી કરતા પણ મોટો એજન્ટ કહેવાતો વી.ડી. પટેલ હાલ ભૂગર્ભમાં છે. વી.ડી. પટેલ ઇસરી ગામનો વતની છે અને BZ સ્કેમ સામે આવતા આજદિન સુધી કોઈ અતોપતો નથી. ઇસરીનો વતની વી.ડી. પટેલ ભેમપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. મોડાસામાં આવેલી BZની ઓફિસની તસવીરો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ છે. આ તસવીરોમાં દેખાય છે કે રોકાણકારો સાથે ઓફિસમાં ફોટા પડાવી છેતરપિંડી આચરવામાં આવતી હતી. એવું માનવામાં આવે છે કે 20થી 25 કરોડથી વધુ રૂપિયા BZમાં રોકાયા હોવાની શંકા છે. ભૂગર્ભમાં ઉતરેલ વી.ડી. પટેલની ધરપકડ થાય તો વધુ ખુલાસા સામે તેવી શકયતા છે.

જણાવી દઈએ કે સાબરકાંઠા જિલ્લામાં BZ ગ્રુપનું કૌભાંડ સામે આવતા શિક્ષણજગતને કલંક લાગ્યું છે. વિદ્યાર્થીને ગેરમાર્ગે ના જવાની સલાહ આપનારા શિક્ષકો આ કૌભાંડમાં ઊંચા કમિશનની લાલચે એજન્ટ બન્યા હતા. પોલીસ કાર્યવાહીના ડરના લીધે આવા કેટલાય શિક્ષક કમ એજન્ટ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: BZ ગ્રુપના કોભાંડ મામલે તમામ આરોપીઓ 2 દિવસના રિમાન્ડ પર

આ પણ વાંચો: CID ક્રાઈમના BZ ગ્રુપ પર દરોડા : 2 બેંક એકાઉન્ટમાંથી રૂ.175 કરોડનાં ટ્રાન્ઝેકશન મળ્યાં

આ પણ વાંચો: જો ધારાસભ્ય જ કરતા હોય મહાઠગનું માર્કેટિંગ તો સામાન્ય માણસો શિકાર કેમ ના બને?