- રાજ્યના વધુ એક સચિવને થયો કોરોના
- સહકાર સચિવ નલિન ઉપાધ્યાય થયા સંક્રમિત
- અગાઉ પત્ની અને પુત્ર પણ થયા હતા સંક્રમિત
- હોમ ક્વોરન્ટાઈન થયા છે ઉપાધ્યાય
રાજ્યમાં કોરોનાવાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. દિવસે ને દિવસે આ વાયરસ વધુ ફેલાતો જઇ રહ્યો છે. સામાન્ય માણસથી લઇને મોટા નેતા-અભિનેતા કે અધિકારી પણ આ વાયરસથી બચી શક્યા નથી. હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, રાજ્યનાં એક સચિવ કોરોના સંક્રમિત થયા છે.
કોરોના સંક્રમિત: ખેડાનાં એડિશનલ કલેકટર રમેશ મેરજા કોરોના પોઝિટિવ
જી હા, રાજ્યનાં વધુ એક સચિવ નલિન ઉપાધ્યાય કોરોના સંક્રમિત થયા છે. આ પહેલા તેમના પત્ની અને પુત્ર પણ કોરોનાની ઝપટમાં આવી ચુક્યા છે. હાલમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ ક્વોરેન્ટીન થઇ ગયા છે. આપને જણાવી દઇએ કે, રાજ્યનાં અન્ય મહાનગરોની માફક જામનગરમાં પણ માર્ચ માસ દરમિયાન કોરોનાનું સંક્રમણ વધ્યું હતુ. ત્યારે રાજ્ય સરકારે એક ડઝનથી વધુ જિલ્લા માટે સુપરવિઝન અને મોનિટરીંગ માટે સચિવ કક્ષાનાં અધિકારીની નિમણૂંક કરી હતી. જામનગર શહેર-જિલ્લા માટે નલિનભાઇ ઉપાધ્યાયની ફરી એક વખત સરકારે નિમણૂંક કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નલિનભાઇ ઉપાધ્યાય ભૂતકાળમાં જામનગર નાતે જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યાં હોવાથી તેમના માટે આ કામગીરી કરવી સરળ બની છે.
Covid-19 / ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને કેજરીવાલ સરકારનો મહત્વનો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર રવિવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10,340 રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 4,04,569 ઉપર પહોચ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં રવિવારે છેલ્લા 24 કલાકમાં 110 લોકોનાં મૃત્યુ થયા હતા. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની 3981 સંખ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 61,647 છે. રવિવારે અમદાવાદમાં નવા 3694 કેસ સામે 28નાં મોત થયા છે. સુરતમાં નવા 2425 કેસ, 28નાં મોત ,રાજકોટમાં 811 અને વડોદરમાં 509 કેસ નોંધાયા છે. ભાવનગરમાં 198 અને જામનગરમાં 366 કેસ નોંધાયા. ગાંધીનગરમાં 150 અને જૂનાગઢમાં 122 કેસ નોંધાયા હતા.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…