Gujarat News/ ફ્લાઈટને ઉડાવી દેવાનો વધુ એક ધમકીભર્યો કોલ, મુંબઈ-કંડલા રૂટની સ્પાઈસ જેટની ફલાઈટને બોંબથી ઉડાવી દેવાની ધમકી

મુંબઇ કંડલા સહિત વધુ 85 ફલાઈટ્સને આવી ધમકીઓ મળી હતી

Top Stories Gujarat Others
Beginners guide to 2024 10 25T164357.031 ફ્લાઈટને ઉડાવી દેવાનો વધુ એક ધમકીભર્યો કોલ, મુંબઈ-કંડલા રૂટની સ્પાઈસ જેટની ફલાઈટને બોંબથી ઉડાવી દેવાની ધમકી

Gujarat News : ફ્લાઈટમાં બોમ્બની ધમકી હોવાના કોલનો સીલસીલો હજી શમ્યો લાગતો નથી. જેમાં ગુજરાતની વધુ એક ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકીને પગલે દોડધામ મચી ગઈ હતી. જેમાં કંડલા એરપોર્ટ પર પોલીસનો કાફલો જમા તઈ ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ડોમેસ્ટિક તથા ઈન્ટરનેશનલ ફલાઈટ્સને બોમ્બ મૂકાયાની પોકળ ધમકીઓ અપાવાનો સિલસિલો ચાલુ છે. તેમાં આજે સ્પાઇસ જેટ એરલાઇન્સના એક્સ એકાઉન્ટમાં મુંબઈ – કંડલા ફ્લાઈટને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કંડલા એરપોર્ટ ખાતે તપાસ હાથ ધરવામાં આવી છે.

મુંબઇ કંડલા સહિત વધુ 85 ફલાઈટ્સને આવી ધમકીઓ મળી હતી. આ સાથે છેલ્લા દસ દિવસમાં આ પ્રકારે 250થી વધુ ફલાઈટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતાં દેશભરમાં વિમાની સેવાઓ પર માઠી અસર પડી રહી છે.એરલાઈન્સ કંપનીઓ ને મળી રહેલી બૉમ્બની ધમકીના પગલે વિમાનનાં ઈમરજન્સી લેન્ડિંગ અને ઉતરાણ પછી આઈસોલેટ કરી ચેકિંગને લીધે વિમાની પ્રવાસીઓના કલાકો વેડફાઈ રહ્યા છે અને સમગ્ર સિવિલ એવિયેશન સેક્ટરને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ કેન્દ્ર સરકારે ફલાઈટમાં બોમ્બના ખોટા કોલ કરવાને કોગ્નિઝેબલ ઓફેન્સમાં સમાવાશે તેમ જણાવ્યું છે.

આ ઉપરાંત આવા ખોટા કોલ કરનારને નો ફલાય લિસ્ટમાં મૂકવાની પણ વિચારણા હાથ ધરવામાં આવી છે. ગુરુવારે ઈન્ડિગો, એર ઈન્ડિયા, વિસ્તારા, સ્પાઈસજેટ, એલાયન્સ એર તથા અકાસા એરની વધુ 85 ફલાઈટ્સમાં બોમ્બ મૂકાયાની ધમકીઓ મળી હતી.દરમિયાન મુંબઇ કંડલા ફ્લાઈટમાં બોમ્બની ધમકી અંગે કંડલા એરપોર્ટ ઓથોરિટીના અધિકારીનો સંપર્ક સાધતા તેમણે ઘટનાને સમર્થન આપ્યું હતું. સ્પાઇસ જેટની એક્સ સોસીયલ સાઇટના એકાઉન્ટ ઉપર આ ધમકી મળી છે અને હાલ ધમકીના પગલે એરપોર્ટ ખાતે સુરક્ષા તંત્રના વિભાગો દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો હોવાથી પુરી માહિતી બાદમાં આપવાનું કહ્યું હતું.

દરમિયાન એક અહેવાલ મુજબ અકાસા એરની 25 ફલાઈટ્સ તથા એર ઈન્ડિયા, ઈન્ડિગો, સ્પાઈસ જેટ અને એલાયન્સ એરની 5-5 ફલાઈટ્સમાં બોમ્બ મૂકાયાની ધમકી આપવામાં આવી હતી. મહદઅંશે આ ધમકીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી જ અપાઈ રહી છે. જે અત્યાર સુધી પોકળ પુરવાર સાબિત થઈ છે, પરંતુ તેના કારણે પ્રતિદિન હજારો વિમાની પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પતિની ગેરહાજરીમાં મૂકબધીર મહિલા પર આચર્યુ દુષ્કર્મ, નવજાત સાથે કર્યુ ગંદુ કામ

આ પણ વાંચો:પાટણમાં હાજીપુરમાં સગીરા સાથે દુષ્કર્મ, બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

આ પણ વાંચો:મહેસાણામાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યુ, ફોટા કર્યા હતા વાયરલ