Surat News: સુરત (Surat)માં અસમાજીક તત્વો (Anti-social person)નો આતંક (harras) વધ્યો છે. શહેરમાં લોકોને પરેશાન કરનાર અસમાજીક તત્વોની દાદાગીરી કરતો વીડિયો વાયરલ (Video Viral) થયો છે. આ વીડિયો લીંબાયત (Limbayat) મીઠી ખાડીનો છે. જેમાં નિર્દોષ લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. આ વીડિયોમાં દેખયા છે કે કેવી રીતે એક શખ્સ લોકોને માર મારી રહ્યા છે અને પછી ધમકી પણ આપે છે.
વાયરલ થયેલ વીડિયોમાં એક શખ્સ દંબગ બની હાથમાં ચાકુ સાથે ખુલ્લેઆમ ફરી રહ્યો છે. પીડિત અને ભયભીત સ્થાનિક રહીશોએ અસમાજિક તત્વોના આતંક વધતા લીંબાયત પોલીસમાં ફરિયાદ કરી.
નોંધનીય છે કે સુરત આજે ગુજરાતનું એક વિકસિત શહેર માનવામાં આવે છે. પરંતુ શહેરમાં આજે પણ ગુંડાતત્વોનો ત્રાસ છે. ગુંડાતત્ત્વો નિર્દેોષ લોકોને હેરાન પરેશાન કરે છે. આવા અસમાજિક તત્વો હાલમાં ચાકુ બતાવે છે અને આગળ જતા આવા લોકો પોતાની મોટી ગેંગ બનાવી મોટા ગુના આચરે છે. જો પોલીસ આવા લુખ્ખા તત્વો પર અત્યારે જ નિયંત્રણ કરે તો મોટા ગુનાઓને ખાળી શકાય છે.
આ પણ વાંચો: સુરતમાં રેતીખનન કરનારા શખ્સો સામે કાર્યવાહી, 1 જેસીબી અને 3 ટ્રકોને જપ્ત કરી
આ પણ વાંચો: ડાયમંડ સીટી સુરતમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, મહિલા પર હુમલો કરી તોડ્યા ગાડીના કાચ
આ પણ વાંચો: સારથાણામાં મોર્નિંગ વોક પર નીકળેલા વેપારી પર ફાયરિંગ