બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ઘરે 11 જાન્યુઆરીએ પરીનો જન્મ થયો હતો. વિરાટે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી વખતે ચાહકો સાથે આ માહિતી શેર કરી હતી. વિરાટ અને અનુષ્કાની પુત્રીની ગિફ્ટની ચર્ચા બોલિવૂડના કોરિડોરમાં થઈ રહી છે. અનુષ્કા શર્મા અને વિરાટની પુત્રી વામિકાને ક્રિકેટ જગત અને બોલિવૂડ તરફથી ઘણી મોંઘી ગિફ્ટ્સ મળી છે. અમે તમને જણાવીએ દઇએ કે બોલિવૂડના સેલેબ્સે વિરુષ્કાની પુત્રી વામિકાને શું ભેટ આપી હતી.
View this post on Instagram
અનુષ્કા શર્માએ બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. શાહરૂખ અને અનુષ્કા આ પછી ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે કિંગ ખાને વામિકાને શું આપ્યું છે. અહેવાલો અનુસાર શાહરૂખે વામિકાને 70,000 રૂપિયાનું ઢિંગલી ઘર ગિફ્ટ કર્યુ છે. દીપિકા પાદુકોણે વામિકાને 1,80,000 રૂપિયાની સોનાની ચેઇન ગિફ્ટ કરી છે.
10 વાગ્યાની આ સિરિયલ જોવાઈ છે સૌથી વધુ, જાણો ટોપ 5 માં કોણે મારી એન્ટ્રી
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ તેમના મિત્ર વિરાટની પુત્રી માટે એક હાથ બનાવટની ચોકલેટનું ગિફ્ટ હેમ્પર ગિફ્ટ કર્યુ છે. સાથે તેની પત્ની સાક્ષી ધોનીએ અનુષ્કા અને વિરાટને એક ક્યુટ નોટ પણ મોકલી છે.
બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચને અભિનેત્રી અનુષ્કા અને ક્રિકેટર વિરાટની પુત્રીના આગમન પર તેમના જન્મના બીજા દિવસે ભેટ તરીકે હાથથી લખેલો પત્ર અને પુષ્પગુચ્છ મોકલ્યો હતો.
દેશી ગર્લ પ્રિયંકા ચોપડા આ સમયે લંડનમાં રહે છે, પરંતુ તે તેની મિત્રતા ભૂલી નથી. તેણે અનુષ્કાની પુત્રીના જન્મ પછી તરત જ બોલિવૂડ દંપતીને 30 લાખની સોનાની રિંગ આપી છે.
એક ભૂલાઇ ગયેલી રાત અને હત્યાની રહસ્યમ કહાની, જુઓ પરિણીતિ ચોપડાની ફિલ્મનું ટ્રેલર
બોલિવૂડના ભાઈજાન સલમાન ખાને વામિકાને આશરે એક લાખ રૂપિયાનું ઢિંગલીઘર ગિફ્ટ કર્યુ છે. ઐશ્વર્યા રાય બચ્ચને વામિકાને હાથથી બનાવેલી મોંઘી ચોકલેટ ગિફ્ટ કરી છે.
બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારે વામિકાને સોનાની પાયલ ગિફ્ટ આપી છે. આમિર ખાને વામિકા માટે પુષ્પગુચ્છ અને 1,70,000 ના પારણાની ગિફ્ટ આપી છે.
1 ફેબ્રુઆરી 2021 ના રોજ અનુષ્કા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં વિરાટ અને અનુષ્કા તેમની બેબી ગર્લ સાથે જોવા મળ્યા હતા.