ખેડા જિલ્લાના માતર તાલુકાના દેથલી ગામે પીવાના પાણીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠાયા છે. ગામમાં વર્ષ 2014માં પીવાનું પાણી મળી રહે એ હેતુથી ગામમાં સાંસદસભ્ય દ્વાર પાણીની પાઇપ લાઈનની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેમાં આ ગ્રાન્ટનો ઉપયોગ કરીને બાજુના નાંદોલી ગામમાંથી નવી પીવાની પાઇપ લાઈન નાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે પાઇપ લાઈન નાંખ્યા બાદ થોડા વર્ષમાં જ તેમાં ભંગાણ થયું છે. જેના કારણે ગ્રામજનોને દુષિત પાણી પીવું પડે છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ આ સમસ્યાને હલ કરવા માટે તંત્રને અપીલ કરે છે અને ગ્રમાજનોનો અવાજ બને છે.
ટૂંકા ગાળામાં આ પાઈપ લાઈન તૂટી જતા ગ્રામજનોના મતે નવી પાઇપ લાઈન નાખવામાં મોટો ભ્રસ્ટાચાર થયો હોવાની આશંકા છે. ગ્રામજનોએ આ ભંગાણને કારણે ગામમાં પાણીના મોટા મોટા ખબચીયા ભરાઈ જતા હાલાકી વેઠવી પડે છે. લોકોને દુષિત પાણી પીવા મજબુર થવું પડ્યું છે અને ગામમાં કીચડ પણ થાય છે. જેના કારણે ગંદકી અને રોગચાળાની સમસ્યા પણ ઉદભવે છે. આ અંગે સ્થાનિકો દ્વારા કલેકટર સહીતના અધિકારીઓને અનેક વખત રજુઆત કરી છે. હવે જવાબદાર અધિકારીઓ ક્યારે કોઈ પગલા ભારે છે અને ગ્રામજનોને પાણી તેમજ ગંદકી અને રોગચાળાની સમસ્યામાંથી મુક્તિ આપે છે તેની રાહ માતર ગ્રામવાસીઓ જોઈ રહ્યા છે.
મંતવ્ય ન્યૂઝનાં પ્રતિનિધિ માતર ગામની પીવાના ગંદા પાણીની સમસ્યા અને ગંદકીની સમસ્યાથી અવગત થયા ત્યારે તેમને વધુ વિગત મેળવવા માટે માતર ગામના લોકો સાથે વાત કરી હતી. આ વાતચીત દરમિયાન સ્થાનિકોએ જણાવ્યું હતું કે, “અમારા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આ પાઇપ લાઈનમાં ભંગાણ હોવાના કારણે વારંવાર રાજુઆત કર્યા હોવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરાતી નથી. અમે દુષિત પાણી પીવા માટે મજબુર બન્યા છીએ. જે તે સમયે અમારી સુવિધા માટે પીવાના પાણીની પાઈપલાઈ નાખવામાં આવી હતી. જોકે તે ખૂબ ઝડપાથિએ તૂટી ગઈ છે જેનો એક અર્થ તેમાં ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગે છે. સાથે સાથે આ પાઇપલાઈનમાં મોટા લીકેજના કારણે ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ જાય છે. જેમાં ભેંસ અને પશુઓ અંદર પાણી પીવા અને નાહવા માટે પડે છે. જયારે આ લાઈન બંધ થાય અને પાણી લાઈનમાં પાછું જાય તો આ દુષિત પાણી પીવાથી ગામમાં રોગચારો ફાટી નીકળે એવું બને છે. વધુમાં ત્યાં ઉપસ્થિત ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ લાઈન લીકેજના કારણે અમે ખેતરમાં કોઈ પાક પકવી શકતા નથી. જયારે ગામમાં લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે ગામના 60% થી વધારે વિસ્તારમાં પીવાનું નહિ પરંતુ વાપરવાનું પણ પાણી મળતું નથી. જયારે પીવાના પાણી માટે ગામમાં 2 થી 3 કિલોમીટર દૂરથી પાણી લાવી પીવું પડે છે. આથી હવે સરકાર ઝડપથી અમારા ગામની આ સમસ્યા ઉકેલ લાવે અને અમને સુવિધા આપે એટલી જ અમારી આશા છે.
આ પણ વાંચો : રબંદર જિલ્લાની ૬૨ વિધાર્થીઓની જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ માટે કરાઈ પસંદગી