એપલે પોતાના કર્મચારીઓએને એક પત્ર લખ્યો છે જેમાં તેમને “લિક થઇ રહી જાણકારીઓ” ને રોકવા સબંધી ચેતવણી આપવામાં આવી છે.
એપલ દ્વારા રજૂ કરેલા એક ઇન્ટરનલ મેમોમાં એપલના પોતાના કર્મચારીઓને આગાહ કરતા લખ્યું છે કે, “ગત વર્ષ 29 એવા કર્મચારીઓને પકડવામાં આવ્યા છે જેઓએ જાણકારી લિક કરી હતી જેમાંથી 12 ની ધરપકડ કરી લેવામાં આવી છે.”
ખબરોના જણાવ્યા પ્રમાણે આ પત્રમાં લખવામાં આવ્યું છે કે
“જાણકારીઓને લિક કરવાવાળા કર્મચારીઓની ન માત્ર નોકરી જશે પરંતુ અમુક મામલામાં તેમને જેલમાં મોકલવામાં પણ આવશે. કંપનીનો ડેટા લિક કરવાના અપરાધ કરવા પર ભારી દંડ પણ કરવામાં આવશે. આ સિવાય ટ્રેડ સિક્રેટને લિક કરવા માટે તે લોકોને કાનૂની સજા પણ મળી છે.”
એપલે એવા કર્મચારીઓની લીસ્ટ જાહેર કરી છે જેની ધરપકડ કરવામાં આવી છે અથવા સજા કરવામાં આવી છે. મીડિયા રીપોર્ટસ પ્રમાણે લિક થયેલી જાણકારીઓમાં એપલના કર્મચારી અને કોન્ટ્રાક્ટ સિવાય સપ્લાઈ ચેનના પાર્ટનરનો પણ સમાવેશ થાય છે.
સીએનએન મનીના રીપોર્ટ અનુસાર, હાલ જ અનઓફિસિયલ આઈફોન ઓપરેટીંગ સીસ્ટમના લેટેસ્ટ વર્ઝનને લિક કરવાવાળા કર્મચારીને પકડવા બાદ થોડા સમયની અંદર જ કંપની બહાર કાઢી નાખવામાં આવેલા હતા. આ સિવાય આઈફોન એક્સ, આઈપોડ પ્રો, એરપોડની જાણકારી એક રિપોર્ટરને દેનાર કર્મચારીને પણ પકડી લેવામાં આવ્યો હતો.
એપલએ જણાવ્યું હતું કે, “કર્મચારીએ માહિતી લીક કરી મીડિયાને કહ્યું હતું કે તેની તપાસ ટીમ તેને પકડાશે નહીં. પરંતુ તે એપલના લોકો અથવા ઠેકેદારો હોવું જોઈએ, તેઓ તેમની અપેક્ષાઓ કરતાં વધુ ઝડપથી ઝડપાઈ ગયા હતા.”
એપલની ગ્લોબલ સિક્યોરિટી ટીમ માટે લીક કરેલી માહિતી વિશે જાણવા માટે ડિજિટલ ફોરેન્સિક્સ ટેકનીક જાણીતી છે.