Gujarat/ ભાજપના સહકારી આગેવાન દિલીપ સંઘાણીની આંતરરાષ્ટ્રીય કૃષિ સંસ્થામાં નિયુક્તિ

NEDAC માં ભારત ,ચીન , ઈન્ડોનેશિયા,  મલેશિયા ,વિયેટનામ,  શ્રીલંકા, બાંગ્લાદેશ ,સાઉથ કોરિયા ,થાઇલેંડ સહિતના અલગ અલગ દેશો સભ્યો છે જેમાં ગુજરાતી સહકારી આગેવાન દિલીપ સાંઘાણી ની વરણી કરવામાં આવી છે.

Ahmedabad Top Stories Gujarat
અબડાસા 16 ભાજપના સહકારી આગેવાન દિલીપ સંઘાણીની આંતરરાષ્ટ્રીય કૃષિ સંસ્થામાં નિયુક્તિ

દિલીપ સંઘાણી ગુજરાત ભાજપના એક અગ્રણી નેતા છે. તો સાથે સાથે સહકારી આગેવાન પણ છે. અને ગુજકોમાસોલના ચેરમેન છે. NEDAC (નેટવર્ક ફોર ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચર કો-ઓપરેટીવ ઈન એશિયા પેસેફિક) જનરલ એસેમ્બલી ની મીટીંગ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી. જેમાં 10 કરતા વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.  જેમાં ભારતમાંથી પ્રતિનિધિત્વ કરતા દિલીપભાઈ સંઘાણીની આજે  આંતરરાષ્ટ્રીય કૃષિ અને સહકાર ને લગતી કમિટીના ચેરમેન તરીકે વરણી કરવામાં આવેલ છે.

NEDAC માં ભારત ,ચીન , ઈન્ડોનેશિયા,  મલેશિયા ,વિયેટનામ,  શ્રીલંકા, બાંગ્લાદેશ ,સાઉથ કોરિયા ,થાઇલેંડ સહિતના અલગ અલગ દેશો સભ્યો છે જેમાં એશિયાના લોકો ને સહકાર ના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારમાં અને ખેતીમાં વધુમાં વધુ કઈ રીતે ઉપયોગી થઈ શકાય અને ભવિષ્યમાં ટેકનોલોજીના માધ્યમથી પણ ખેતી થઈ શકે તે અંગે સતત કાર્યો થતા હોય છે. આ મિટિંગમાં હાલમાં કોવિડ19 ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિડિયો કોન્ફરન્સ દ્વારા જનરલ એસેમ્બલી નું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં કમિટીના ચેરમેન તરીકે દિલીપભાઈ સંઘાણી ની વરણી કરવામાં આવી છે.