ગુજરાત રાજ્યમાં ખાલી પડેલી Dy. DDOની જગ્યા પર નિયુક્તિ કરવામાં આવી છે. પાંચ નાયબ DDOની ખાલી જગ્યા પર નિયુક્તિની સાથે સાથે ગાંધીનગર, જૂનાગઢ, જામનગરનાં Dy. DDOની બદલી પણ કરવામા આવી છે. ઉપરાંત કચ્છ જિલ્લા નાયબ જિલ્લા વિકાસ અધિકારીની પણ બદલી કરવામાં આવતા અને વાલિયા સહ તાલુકા વિકાસ અધિકારીની અરવલ્લી ખાતે નિયુક્તિ કરવામાં આવી છે.
ચાર અધિકારીઓને બઢતી મળી છે. ચાર અધિકારીઓ ચીટનીશમાંથી Dy. DDO તરીકે બઢતી મેળવી હવે Dy. DDO પોતાની ફરજ અદા કરશે. આપને જણાવી દઇએ કે, બદલી અને બઢતીનાં આદેશ ગુજરાત પંચાયત-ગ્રામ વિકાસ વિભાગે કર્યા છે.
અધિકારીઓની બદલી અને બઢતીની વિદિત વિગતો આ પ્રમાણે છે –
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…