અરવલ્લીમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાની મુશ્કેલીમાં વધારો થયો છે. મૌલાના સલમાન અઝહરીને હજુ વધુ ત્રણ દિવસ જેલમાં રહેવું પડશે. મોડાસા સેશન્સ કોર્ટમાં જામીનની સુનાવણી દરમ્યાન આ બાબત સામે આવી. જેમાં અરવલ્લીની મોડાસા કોર્ટે મૌલાનાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ આપ્યો હતો. જેના બાદ આરોપીના વકીલે ભડકાઉ ભાષણ મામલે સોમવારે અરજી કરતાં હજુ ત્રણ દિવસ મૌલાનાને જેલમાં રહેવાનો વારો આવ્યો છે. નોંધનીય છે કે મોડાસા સેશન્સ કોર્ટમાં જામીનની થઈ રહેલ સુનાવણીમાં મૌલાના સલમાન અઝહરીને હાજર કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે મૌલાનાએ 24 ડિસેમ્બરે જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. જૂનાગઢમાં સભા યોજવા કાર્યક્રમના આયોજકોએ મૌલાનાને ફી પેટે 40 હજાર અપાયા હતા. એલસીબીની તપાસમાં ફી આપ્યાના તથ્યનો ખુલાસો થયો હતો. ભડકાઉ ભાષણ મામલે 2 ફેબ્રુઆરીએ મૌલાના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કચ્છ અને જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝહરી વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. ગત ડિસેમ્બરમાં મોડાસામાં યોજાયેલ એક કાર્યક્રમમાં મૌલાના મુફતી સલમાન અઝહરી ઉપસ્થિત રહ્યાં હતા. પોલીસે આ મામલે મોડાસાના આયોજક વિરુદ્ધ ગુનો નોંધી પૂછપરછ હાથ ધરી હતી.
મૌલાના વિરુદ્ધ અન્ય ધર્મની લાગણી દુભાવવા બદલ ભડકાઉ ભાષણો આપવા મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ મામલે જૂનાગઢ બાદ મોડાસા સેશન્સ કોર્ટે જામીન સુનાવણીમાં કસ્ટડીનો આદેશ આપતા મૌલાનાને વધુ દિવસ જેલમાં રહેવું પડશે. મૌલાનાના જામીનને લઈને આગામી શુક્રવારે નિર્ણય લેવામાં આવી શકે છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ