અરવલ્લી/ અરવલ્લીમાં બિલ્ડરને મળ્યું રમતું મોત, જુઓ વીડિયો 

અરવલ્લીના બિલ્ડરને એક પ્રસંગમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવ્યો છે.

Gujarat Others
  • અરવલ્લીમાં ગરબા રમતા રમતા બિલ્ડરનું મોત
  • બિલ્ડર પ્રવીણ પટેલનું હાર્ટ એટેકથી થયું મોત
  • મોડાસાની કોરલ સિટીમાં રહેતા બિલ્ડરનું મોત

Aravalli News: રાજ્યમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોના બાદ હાર્ટ એટેક આવવાના બનાવો ચોંકાવનારી રીતે વધી રહ્યા છે. ગુજરાતમાં હવે એ સ્થિતિ આવી છે કે ગમે ત્યા લોકો ઢળી પડીને મોતને ભેટી રહ્યાં છે. ત્યારે અરવલ્લીના બિલ્ડરને એક પ્રસંગમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવ્યો છે.

જણાવી દઈએ કે, બિલ્ડર પ્રવીણભાઈ પટેલને ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ મોડાસાની કોરલસિટીમાં રહેતા હતા. મૂળ જેસિંગપુરના વતની એવા બિલ્ડરનો હાર્ટ એટેક સમયનો વીડિયો સામે આવ્યો છે. કાર્યક્રમમાં કોઈ પોતાના મોબાઈલમાં શુટ કરી રહ્યુ હતું ત્યારે પ્રવીણભાઈના ગરબા રમતા અને મોતની ઘટના કેદ થઈ છે.

આ પહેલા, સુરતના લિંબાયતના યુવક સહિત બેના બેભાન થયા બાદ મોત નિપજ્યુ છે. હાર્ટ એટેક બાદ મોત થયા હોવાની શક્યતા છે. બેભાન થયા બાદ મોતને ભેટવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. લિબાયતમાં સત્યાનંદ સાહું ઘરમાં બેઠો બેઠો બેભાન થઈ ગયો હતો. તો સરથાણામાં ઘનશ્યામ ધોરાજીયા સબધીને ત્યાં બેભાન થઈ ગયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:

આ પણ વાંચો: