Not Set/ દેશમાં ઐતિહાસિક સ્થાનો ખોલવા આદેશ, જાણો કયારથી ખુલશે ?

ભારતના પુરાતત્વ વિભાગે આદેશ આપ્યો છે કે દેશના તમામ સંરક્ષિત ઐતિહાસિક ઇમારતો અને સંગ્રહાલયો 16 જૂનથી ખોલવા જોઈએ

Top Stories India
eco 2 દેશમાં ઐતિહાસિક સ્થાનો ખોલવા આદેશ, જાણો કયારથી ખુલશે ?

ભારતના પુરાતત્વ વિભાગે આદેશ આપ્યો છે કે દેશના તમામ સંરક્ષિત ઐતિહાસિક ઇમારતો અને સંગ્રહાલયો 16 જૂનથી ખોલવા જોઈએ. અને ત્યાર બાદ લોકો આ ઐતિહાસિક સ્થાનોની મુલાકાત લઇ શકશે. એપ્રિલમાં કોરોનાને કારણે, તમામ ઐતિહાસિક ઇમારતો અને સંગ્રહાલયો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

કોરોના વાયરસના ઘટતા સંક્રમણ ને ધ્યાનમાં રાખીને ભારતીય પુરાતત્વ વિભાગે સોમવારે આ સંદર્ભમાં એક આદેશ આપ્યો છે કે તમામ ઐતિહાસિક બિલ્ડિંગો અને સંગ્રહાલયો હવે પ્રય્ટકો માટે ખુલ્લા મુકવા જોઈએ. આ સાથે, લોકોને કોરોના માર્ગદર્શિકા લાઇનને ફરજિયાતપણે અનુસરવા કહેવામાં આવ્યું છે.

કોરોનાની બીજી તરંગમાં વધતા સંક્રમણને ધ્યાનમાં લઇ ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (એએસઆઈ) એ 15 એપ્રિલથી તમામ ઐતીહાસિક સંરક્ષિત સ્મારકો / સ્થળો અને સંગ્રહાલયો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જોકે પહેલા મેના મધ્યમાં બધા સંરક્ષિત સ્મારકો / સાઇટ્સ અને સંગ્રહાલયો ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પછીથી 31 મે અને ફરીથી 15 જૂન સુધી લંબાવવામાં આવ્યો હતો.

હવે દેશમાં કોરોનાની અસર ધીરે ધીરે ઓછી થઈ રહી હોવાથી, ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (એએસઆઈ) એ તમામ ઐતિહાસિક સંરક્ષિત સ્મારકો / સ્થળો અને સંગ્રહાલયો ખોલવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય સંસ્કૃતિ પ્રધાન પ્રહલાદસિંહ પટેલે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

આ હુકમમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ ઐતિહાસિક સ્થળોએ આવતા લોકોને કોરોના સંબંધિત કેન્દ્રીય અથવા રાજ્ય મંત્રાલયે જારી કરેલી એસઓપીનું ફરજિયાતપણે પાલન કરવું પડશે. ઉપરાંત, ડિસ્ટ્રિક્ટ અથવા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ગાઇડ લાઇન અનુસાર, આ તમામ સુરક્ષિત હેરિટેજ સાઇટ્સમાં એન્ટ્રી મળશે.