ભારતીય સૈન્યએ હની ટ્રેપની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સલાહકારી જારી કરી છે. જેમાં તેના કર્મચારીઓને આધ્યાત્મિક નેતાઓ અથવા વિદેશી મૂળની મહિલાઓ સાથે મિત્રતા ટાળવી અને સજાગ રહેવા જણાવ્યું છે. સેનાએ પાકિસ્તાન સાથે સંકળાયેલી 150 પ્રોફાઇલ્સની ઓળખ કરી છે, જે ભારતીય સેનાના જવાનોને હનીટ્રેપ માટે ઉપયોગમાં લેવાય છે.
આ સલાહકારી ઓક્ટોબરના મધ્યમાં બહાર પાડવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે. સેના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત ભારતીય સૈન્યના જવાનો સહિત ભારતીય સુરક્ષા જવાનોને નિશાન બનાવી રહી છે.
સેનાએ દરેકને સોશ્યલ મીડિયા પર સંવેદનશીલ માહિતી જાહેર ન કરવા અને હની ટ્રેપના પ્રયત્નોની સામે જાગ્રત રહેવા જણાવ્યું છે. ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, “પાકિસ્તાન કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક નંબરો અને વરિષ્ઠ સૈન્ય અધિકારીઓની જમાવટની રીત એકત્રિત કરી રહ્યા છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.