વર્તમાન સમયમાં ઝડપી યુગની અન્દર આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આજે વધુ એક આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે. આણંદના રાસનોલ માં એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરવા માટે ફાંસો ખાઇ લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટના સબ પરિવારના બે સભ્યોના મોત નીપજ્યું છે જ્યારે એક નવો બચાવ થયો છે. આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
PM Modi / માર્ચના પ્રારંભમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખોનું થઈ શકે છે એલાન, PM મોદીએ આપ્યા સંકેત
રાસનોલ ગામમાં પરિવારના ત્રણ સભ્યોએ ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. દેવું થઈ જતા બે ભાઈ અને એક બહેને મોતને વહાલુ કર્યુ હતુ. ખંભોળજ પોલીસ ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી છે.કોરોનાની મહામારી અને લોકડાઉને લોકોના ધંધા રોજગારી ઉપર ખુબજ ખરાબ અસર પહોંચી છે. આ મહામારીનો વરવો ચહેરો ધીરે ધીરે સામે આવી રહ્યો છે જેમાં કેટલાય લોકો એવા આર્થિક ભીંસમાં સંકડાયા કે તેમનું મોત થઈ ગયુ. આવી જ ઘટનાએ આણંદમાં આક્રંદ મચાવ્યુ છે જિલ્લાના રાસનોલ ગામે સામુહિક આત્મહત્યાનો બનાવ બન્યો છે. આ ગોઝારી ઘટનામાં બે ભાઈ અને બહેને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી જેમાં એકનો બચાવી લેવામાં સફળતા મળી હતી જ્યારે બેના મોત થયા છે.
નિધન / દાદરા નગર હવેલીના સાંસદનું નિધન, આત્મહત્યા કર્યાની આશંકા
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…