@વિશાલ મહેતા મંતવ્ય ન્યૂઝ અમદાવાદ
વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરતા કોલ સેન્ટર તો ઘણા પકડાયા પરંતુ પહેલી વખત સાયબર ક્રાઇમના હાથે કોલસેન્ટર ની ઓથોરાઈઝરની ધરપકડ કરવામા આવી છે. જે કોઈ એક કોલસેન્ટર સાથે નહી પરંતુ પરંતુ ઘણા કોલસેન્ટરના સંચાલકો સાથે રહી છેતરપિંડી કરતો હોવાનુ સામે આવ્યુ છે. જેને લઈ સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ સાયબર ક્રાઇમે તિલક સંજયભાઈ જોશી નામના શખ્સની ધરપકડ કરી છે. જે સીમા હોલની સામે આવેલા પ્રેરણા આગમ ફ્લેટમાં બેસી વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરતો હતો. તિલક જોશી પોતે કોલ સેન્ટર નથી ચલાવજો. પરંતુ ગુજરાત અને તેની બહાર ચાલતા કોલ સેન્ટરો માં ઓથોરાઈઝર તરીકે કામ કરતો. અને છેતરપિંડી ની ૨૫ ટકા રકમ મેળવી લેતો હતો. સાયબર ક્રાઈમ આરોપી પાસેથી 8 મોબાઇલ મોબાઇલ ચાર લેપટોપ અને છ કાર્ડ સ્વાઈપ મશીન મશીન સ્વાઈપ મશીન મશીન કબજે કર્યા છે. ઉપરાંત આરોપી પાસેથી અન્ય કોલ સેન્ટરના સંચાલકોને પણ માહિતી મળી છે.
આરોપી તિલકની પૂછપરછ કરતા પૂછપરછ કરતા સામે આવ્યું કે દેશભરના કોલ સેન્ટરો માં જે વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા. તેમનું ડેટા સંચાલકો તિલક ને મોકલી આપતા બાદમાં તિલક પોતે વિદેશી નાગરિક બની ગ્રાહકની ખોટી ઓળખ ઊભી કરી બેંક વેરિફિકેશન કરાવતો હતો. જે વેરીફીકેશન પૂર્ણ થયા બાદ બાદ ભોગ બનનારના રૂપિયા આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર થતા હતા. અને તેવી જ રીતે તિલક સંખ્યાબંધ વિદેશી નાગરીકોના નામે ઓથોરાઇઝેશન કરાવી આપતો હતો. જેની પાસેથી ન માત્ર અમદાવાદ પરંતુ ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ પણ પણ કોલ સેન્ટર સંચાલકોની સંચાલકોની માહિતી સામે આવી છે. જેને લઇ સાયબર ક્રાઈમ વધુ તપાસ શરૂ કરી છે.
તિલક ની ધરપકડ કરી તપાસ કરતા તેના વોટ્સએપ માંથી વિદેશી નાગરિકોની માહિતી ઉપરાંત અલગ-અલગ ત્રણ સોફ્ટવેર મળી આવ્યા હતા. જેના આધારે તે અમેરિકન નંબર જનરેટ કરતો અને ફોન પર બેંકમાં વાતચીત કરી રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો. આરોપીના બેંક એકાઉન્ટમાંથી પોલીસને શંકાસ્પદ ઘણા નાણાકીય વ્યવહાર મળી આવ્યા છે. જેને લઇ બેન્ક એકાઉન્ટ ફ્રીજ કરાવ્યા બાદ તપાસ શરૂ કરી છે. ત્યારે જોવું એ રહ્યું કે આરોપીની તપાસમાં અન્ય કેટલા રાજ્યો ના કોલ સેન્ટરના સંચાલકોની ધરપકડ થાય છે.