Ahmedabad News : શાહપુરમાં એક વેપારીના મોંઢા પર સ્પ્રે છાટી ઘાયલ કરી 1.36 લાખની માલમત્તાની લૂંટના કેસમાં પોલીસે અંતે બે આરોપીને ઝડપી લીધા છે. આ બનાવની વિગત મુજબ 21 જાન્યુઆરી 2025 ના રોજ શાહપુરમાં હલીમની ખડકી પાસે આવેલી વ્રજપ્રિયા ઈમીટેશનની દુકાનના માલિક પરેશ એમ.પાટડીયા બપોરે દુકાનમાં હાજર હતા. તે સમયે બે અજાણ્યા શખ્સો દુકાને આવ્યા હતા અને તમને કહીએ તે પ્રમાણે માલ બનાવી આપવાનો છે કહીને વાતચીત શરૂ કરી હતી.
અમે તમને માલ બતાવીએ છીએ પણ કોઈ જુએ નહી તે માટે તેમણે દુકાનનું શટર બંધ કરાવડાવી દીધું હતું. બાદમાં આ શખ્સોએ વેપારીના મોઢા પર ઝેરી સ્પ્રે છાંટીને તથા માથાના ભાગે ગંભીર ઈજા કરીને વેપારીને ઘાયલ કરી નાંખ્યો હતો. બાદમાં આરોપીઓ દુકાનમાંથી રોકડ રકમ, સોના ચાંદીના દાગીના અને મોબાઈલ લૂંટીને ભાગી ગયા હતા. આ અંગે શાહપુર પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
આ અંગે LCB ઝોન-2 સ્ક્વોડના પીએસઆઈ કે.ડી.પટેલ તથા ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓમાં અમરાઈવાડીમાં રહેતા અજય ઉર્ફે પીન્ટુ આર.શુક્લા અને મુળ સુરેન્દ્રનગર અને અમરાઈવાડીમાં રહેતા જગદીશ ઉર્ફે જગો કે.વાઘેલાનો સમાવેશ થાય છે. તેમની પાસેથી પોલીસે સોનાની ચીપવાળી બંગડી, વીંટી, ચાંદીના સાંકળા બે મોબાઈલ ફોન અને રૂ.5,000 રોકજડા મલીને કુલ રૂ. 1,36,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પણ વાંચો:સરખેજ નજીક ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસનો દરોડો
આ પણ વાંચો:અમદાવાદમાં બિગ ડેડી હુક્કાબારમાં PCBના દરોડા
આ પણ વાંચો:સિંધુભવન રોડ પર ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસનો દરોડો