વિવાદ/ હિન્દી મીડિયમ ફેમ સબા કમર વિરુદ્ધ પાકિસ્તાની કોર્ટમાં ધરપકડ વોરંટ, આ છે મામલો

અભિનેત્રી સબા કમર વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યા છે, જેઓ કોર્ટની સુનાવણીમાં સતત હાજર રહેવાથી દૂર રહ્યા હતા. આ સાથે કોર્ટે આગામી સુનાવણી…

Trending Entertainment
a 107 હિન્દી મીડિયમ ફેમ સબા કમર વિરુદ્ધ પાકિસ્તાની કોર્ટમાં ધરપકડ વોરંટ, આ છે મામલો

પાકિસ્તાની અભિનેત્રી સબા કમર અવારનવાર કોઈ ને કોઈ બાબતે ચર્ચામાં રહે છે. પાકિસ્તાનની એક સ્થાનિક કોર્ટે બુધવારે અભિનેત્રી સબા કમર વિરુદ્ધ લાહોરની એક ઐતિહાસિક મસ્જિદમાં તેના ડાન્સનો વીડિયો શૂટ કરવા બદલ નોંધાયેલા કેસના સંદર્ભમાં ધરપકડ વોરંટ જારી કર્યું છે. જણાવી દઈએ કે લાહોર મેજિસ્ટ્રેટ કોર્ટે બિલાલ સઈદ અને અભિનેત્રી સબા કમર વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યા છે, જેઓ કોર્ટની સુનાવણીમાં સતત હાજર રહેવાથી દૂર રહ્યા હતા. આ સાથે કોર્ટે આગામી સુનાવણી માટે 6 ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે.

આ પણ વાંચો : મમ્મીએ જે આપ્યું છે તેનું ઋણ હું ક્યારે નહીં ચૂકવી શકું : અક્ષય કુમાર

ગયા વર્ષે લાહોર પોલીસે સબા કમર અને બિલાલ સઈદ વિરુદ્ધ મસ્જિદ વજીર ખાનનું અપમાન કરવા બદલ કાયદાની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

એફઆઈઆર મુજબ, બંનેએ મસ્જિદની સામે ડાન્સ કરતા એક વીડિયો શૂટ કર્યો હતો. આ ઘટના પર પાકિસ્તાનના લોકોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો :સલમાન ખાનની ફિલ્મ અંતિમ : ધ ફાઇનલ ટ્રુથના પહેલા સોંગ વિઘ્નહર્તાનું ટીઝર રિલીઝ

પંજાબ પ્રાંત સરકારે આ સંબંધમાં બે વરિષ્ઠ અધિકારીઓને પણ કાઢી મૂક્યા હતા. સબા કમર અને બિલાલ સઈદે પણ સોશિયલ મીડિયા પર ટીકા થયા બાદ માફી માંગી હતી.

આપને જણાવી દઈએ કે સબા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. સબા પાકિસ્તાનની એક પ્રખ્યાત ટીવી અને ફિલ્મ અભિનેત્રી છે. સબા કમારે ઈરફાન ખાનની સાથે ફિલ્મ ‘હિન્દી મીડિયમ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ માટે, ફિલ્મફેરએ તેને બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસ માટે નોમિનેટ કરી હતી.

આ પણ વાંચો :ED ઓફિસ પહોંચ્યો રાણા દગ્ગુબતી, 4 વર્ષ જુના કેસ માટે થશે પૂછપરછ

સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિયતા મેળવનાર સબા કમરે કંદીલ બલોચની બાયોપિકમાં પણ કામ કર્યું હતું,  લોકોએ સોશિયલ મીડિયા પર સબા કમરને મારી નાખવાની ધમકી આપી હતી. લોકોએ કહ્યું કે જે રીતે 2016 માં કંદીલ બલોચને તેના જ ભાઈએ માર્યો હતો કારણ કે તેણે પરિવારનું સન્માન પાણીમાં મેળવી દીધું હતું, તમારી સાથે પણ આવું જ થઈ શકે છે.

આ પણ વાંચો :KRK એ સિદ્ધાર્થ શુક્લાને લઇને આપ્યું વિવાદિત નિવેદન, તેમની માતા વિશે પણ કહી આ વાત

આ પણ વાંચો :એકટર રજત બેદીએ કારથી ટક્કર મારી હતી તે વ્યક્તિનું થયું મોત