Not Set/ પકડાઇ ગઇ ISIS નાં આતંકી બગદાદીની મોટી બહેન, જાણો કોણે અને ક્યા કરી ધરપકડ

આતંકવાદી સંગઠન આઈએસઆઈએસનાં નેતા અબુ બકર અલ બગદાદીની મોત બાદ તેની મોટી બહેનની પણ ધરપકડ કરવામાં આવી છે. તુર્કીનાં અધિકારીઓએ દાવો કર્યો છે કે તેઓએ સોમવારે બગદાદીની મોટી બહેનની ધરપકડ કરી હતી. માહિતી અનુસાર બાતમીનાં આધારે બગદાદીની બહેનની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ બાદ તુર્કીએ કહ્યું છે કે આતંકવાદ સામે તે એક મોટી સફળતા […]

Top Stories World
rasmiya baghdadi sister પકડાઇ ગઇ ISIS નાં આતંકી બગદાદીની મોટી બહેન, જાણો કોણે અને ક્યા કરી ધરપકડ

આતંકવાદી સંગઠન આઈએસઆઈએસનાં નેતા અબુ બકર અલ બગદાદીની મોત બાદ તેની મોટી બહેનની પણ ધરપકડ કરવામાં આવી છે. તુર્કીનાં અધિકારીઓએ દાવો કર્યો છે કે તેઓએ સોમવારે બગદાદીની મોટી બહેનની ધરપકડ કરી હતી. માહિતી અનુસાર બાતમીનાં આધારે બગદાદીની બહેનની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ બાદ તુર્કીએ કહ્યું છે કે આતંકવાદ સામે તે એક મોટી સફળતા છે.

એસોસિએટ પ્રેસને ટાંકીને બગદાદીની બહેનની ધરપકડ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, પૂર્વ-પશ્ચિમ સીરિયામાં આવેલા એલેપ્પો પ્રાંતનાં અજાઝ શહેરમાંથી સોમવારે સવારે બગદાદીની બહેન રસમીયા અવાદની ધરપકડ કરવામાં આવી છે. બગદાદીની બહેન અહીં તેના પરિવાર સાથે રહેતી હતી. આપને જણાવી દઇએ કે આ પહેલા યુએસ આર્મીએ બગદાદી વિરુદ્ધ એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં બગદાદીએ યુએસ આર્મી દ્વારા ઘેરાયા બાદ બોમ્બ બ્લાસ્ટમાં પોતાને ઉડાવી દીધો હતો. આ સમય દરમિયાન તેની સાથે તેના બે બાળકો પણ હતા.

બગદાદીની બહેનની તેના પતિ, પુત્રવધૂ અને પાંચ બાળકો સાથે ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન, ધરપકડ કરાયેલા તમામ પુખ્ત લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ધરપકડ બાદ તુર્કીએ તેને ગુપ્તચર વિભાગની મોટી સફળતા ગણાવી છે. તુર્કીનાં અધિકારીઓ કહે છે કે બગદાદીની બહેન આઈએસ વિશે જાણે છે તે આતંકવાદી સંગઠન વિશે વધુ જાણકારી મેળવવા માટે ખૂબ અસરકારક સાબિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.