Ahmedabad News: અમદાવાદ શહેરમાં આજે અચાનક ધોધમાર વરસાદ પડ્યો છે. આઈઆઈએમ રોેડ, વસ્ત્રાપુર, નવરંગપુરા, બોપલ, સેટેલાઈટમાં વરસાદ ખાબક્યો છે. નોકરીયાતો ઓફિસે, દુકાન જતા સમયે ભીંજાઈ રહ્યાં છે.
અંબાલાલ પટેલે આજથી 14 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજથી દક્ષિણ ગુજરાતમાં ફરીથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. રાજકોટ, અમરેલી,સુરેન્દ્રનગર, ભાવનગરના છુટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો:સુરતમાં સિંગણપોર વિસ્તારમાં સ્કૂલવાનની અડફેટે થયું 5 વર્ષના બાળકનું મોત
આ પણ વાંચો:ભાવનગર LCBએ દારૂનો રૂ. 8 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો, 5ની કરી ધરપકડ
આ પણ વાંચો:પાટણનાં સાંસદે કેન્દ્રીય પરિવહન મંત્રીને ટોલ બુથ દૂર કરવા રજૂઆત કરી