Vadodara News: વડોદરામાં (Vadodara ) વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બદામડી બાગમાં રૂ.5.80 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી તેમજ ફાયર સ્ટેશનના ઉદ્ઘાટનને કારણે કલાકારો અને ફાયર કર્મીઓમાં નારાજગી જોવા મળી રહી છે. આર્ટ ગેલેરી માટે પ્રવેશદ્વાર, લિફ્ટ અને પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ નથી અને ફાયર સ્ટેશનમાં પણ વાહનો પાર્ક કરવા માટે પૂરતી જગ્યા નથી, જેના કારણે તેની ઉપયોગીતા પર સવાલો ઉઠી રહ્યા છે. આર્ટ ગેલેરી ત્રીજા માળે હોવા છતાં ઉતાવળમાં ઉદ્ઘાટન, કલાકારોને ત્યાં પહોંચવા માટે લિફ્ટની સુવિધા નથી. આ ઉપરાંત પ્રવેશદ્વાર અને પાર્કિંગના અભાવે આ ગેલેરી કલાકારો માટે શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. કલાકાર પરિવારના સ્થાપક પુલકિત દવેએ જણાવ્યું હતું કે આ ગેલેરી માટે કલાકારો 8 વર્ષથી જહેમત ઉઠાવી રહ્યા હતા, પરંતુ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થયા બાદ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હોત તો સારું થાત. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે ગેલેરીનો ઉપયોગ કરવો મુશ્કેલ છે કારણ કે પાર્કિંગ અને લિફ્ટ વિના કલા પ્રદર્શનો અને મુલાકાતીઓ માટે કોઈ સુવિધા નથી. લાઇટિંગ અને અન્ય સુવિધાઓ પણ અધૂરી છે, જેના કારણે આ ગેલેરી કલાકારો માટે યોગ્ય નથી. જ્યાં સુધી બહારના કલાકારોને આમંત્રિત ન કરી શકાય ત્યાં સુધી ગેલેરી ફક્ત નામની જ રહેશે.
માહિતીઅનુસાર આ ફાયર સ્ટેશનમાં માત્ર 4 વાહનો પાર્ક કરવાની જગ્યા છે, જ્યારે નિયમ મુજબ ઓછામાં ઓછા 5 વાહનોની જોગવાઈ હોવી જોઈએ. કટોકટીના કિસ્સામાં, સાંકડી શેરીઓ અને ઓછી જગ્યા એક મોટો પડકાર બની શકે છે. ફાયરમેન માટે પાર્કિંગની સુવિધા પણ નથી, જે ભવિષ્યમાં સમસ્યા સર્જી શકે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીએ નરમ વલણ અપનાવીને પેન્ડિંગ કામો ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મેયર પિંકીબેન સોનીએ પણ સંબંધિત વિભાગો સાથે ચર્ચા કરીને પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું આ ગેલેરી અને ફાયર સ્ટેશન ખરેખર ઉપયોગી સાબિત થશે? કે પછી તેનો ઉપયોગ માત્ર રાજકીય પ્રસંગ માટે જ થયો છે?
આ પણ વાંચો:વડોદરાના બિલ્ડર ગંગા સ્નાન વખતે નદીમાં પગ લપસતા જ તણાઈ ગયા
આ પણ વાંચો:વડોદરાના ડભોઈ-બોડેલી રોડ ઉપર કારચાલકે એક્ટિવાને અડફેટે લીધું, બે યુવકનાં ઘટનાસ્થળે મોત
આ પણ વાંચો:વડોદરામાં સાયબર ગઠિયાઓએ મહિલાને 6 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી 61 લાખ પડાવ્યાં