જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ ત્યા લાગેલા પ્રતિબંધો સામે દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો. ચુકાદો વાંચતા સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશે કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે લોકશાહી પ્રણાલીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા એક આવશ્યક તત્વ છે. આર્ટિકલ 19 (1) (ક) હેઠળ ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે. કોર્ટે કહ્યું કે, ઇન્ટરનેટનો અધિકાર અભિવ્યક્તિનાં અધિકારની સમાન છે.
https://twitter.com/ANI/status/1215503322662064128
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોઇ ખાસ મહત્વપૂર્ણ સંજોગોમાં ઇન્ટરનેટ બંધ થઈ શકે છે. જ્યારે કલમ 144 ને અનંતકાળ સુધી ન લગાવી શકાય, તેના માટે જરૂરી કારણ હોવું આવશ્યક છે. પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક ઇ-બેંકિંગ અને વેપાર સેવા શરૂ કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર સરકારને એક સપ્તાહની અંદર તમામ પ્રતિબંધોની સમીક્ષા કરવા આદેશ આપ્યો છે.
https://twitter.com/ANI/status/1215502399550312448
સુપ્રીમ કોર્ટનાં જસ્ટીસ એન.વી. રમન્ના, જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીની ત્રણ સભ્યોની બેંચે જસ્ટિસ બી.આર. ગવઈએ આ અરજીઓ પર ચુકાદો આપ્યો છે. આપને જણાવી દઈએ કે 5 ઓગસ્ટ, 2019 નાં રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવાની જાહેરાત કરી હતી. સરકારે રાજ્યમાંથી આર્ટિકલ 370 નાબૂદ કરીને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવાનો નિર્ણય લીધો હતો. આ ઘોષણા સાથે, ઘાટીમાં સંદેશાવ્યવહારનાં સાધનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને મોટાભાગનાં નેતાઓને પણ કબજે લેવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.