અરવલ્લીમાં મગફળીની ખરીદી બંધ કરાવાઈ હતી. જી હા બાયડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી અચાનક રોકી દેવીમાં આવી હતા. આ વખતે કોઇ કૌભાંડ કે ભાવ કે ખેડૂતો દ્વારા વિરોધ જોવા મુદ્દે મગફળીની ખરીદી અટકી નહોતી, પરંતુ 100 જેટલા મજૂરોને પગાર નહિ મળતા ખરીદી અટકાવી દેવામાં આવી હતી.
બાયડ માર્કેટીંગ યાર્ડનાં મજૂરોને ગત વર્ષ અને ચાલુ વર્ષેમાં પણ પગાર નહી અપવામાં આવ્યો હોવાથી ટેકાનાં ભાવે ખરીદાવામાં આવી રહેલી મગફળીની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. મજૂરો દ્વારા બાયડ પ્રાંતને લેખિત રજુઆત કરી હોવાની જાણકારી સામે આવી રહી છે. અને મજૂરોની લેખિત રજુઆત બાદ પણ બાયડ પ્રાંત દ્વારા આ મામલે ઉદાશીનતા દાખવતા, મજૂરો દ્વારા આ મામલે વિરોધ કરી મગફળીની ખરીદ પ્રક્રિયા જ રોકી દીધી હતી.
બાયડ યાર્ડની અણધણ વહિવટ ક્ષમતા અને પ્રાંત અધિકારીની આ મામલે ઉપેક્ષાને કારણે ટેકાના ભાવે મગફળી ખરીદી અટકી જતા ખેડૂતો પણ અટવાય પડ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.