મેગા રોડ શો/ અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાથે અમદાવાદમાં આ તારીખે કરશે રોડ શો

આ વર્ષના અંતમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી થવાની છે. આ માટે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે

Top Stories Gujarat
3 32 અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાથે અમદાવાદમાં આ તારીખે કરશે રોડ શો

આ વર્ષના અંતમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી થવાની છે. આ માટે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 2 એપ્રિલે AAP અમદાવાદમાં રોડ શો કરવા જઈ રહી છે.પંજાબમાં ભગવંત માનની કેબિનેટની રચના કરવામાં આવી છે. તરત જ માન સરકાર એક્શનમાં આવી અને 25 હજાર નોકરીઓનો રસ્તો સાફ કર્યો. પંજાબમાં નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, પરંતુ આ કાર્યવાહી દ્વારા આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નજર આગામી ગુજરાત ચૂંટણી પર છે. પંજાબની સત્તાથી આમ આદમી પાર્ટી આખા દેશને એક સંદેશ આપવા માંગે છે.

. 2 એપ્રિલે AAP અમદાવાદમાં રોડ શો કરવા જઈ રહી છે. કેજરીવાલ અને માન આ રોડ શોમાં સાથે રહેશે. દિલ્હી મોડલ દ્વારા પંજાબમાં બહુમત પ્રાપ્ત કર્યો  અને હવે પંજાબ દ્વારા AAP સમગ્ર દેશમાં ફેલાવવા માંગે છે અને તેથી જ AAP દરેક નિર્ણય સાથે સંદેશ આપી રહી છે.

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ ગુજરાતની ચૂંટણી માટે તાડમાર તૈયારીઓ શરૂ કરી દીધી છે,અને એક વાત સ્પષ્ટ કરી છે કે તેમની સરકાર બનશે તો અનેક યોજનાઓના લાભ મળશે