આણંદના ચિખોદરાના ઘશાપુરામાં 24 જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગ થતા 6 જેટલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ એક વૃદ્ધ મહિલા અને 14 વર્ષીય બાળકીનું શંકાસ્પદ મોત થયુ હોવાનું પણ સામે આવ્યુ હતુ. બે મોત થતા જિલ્લા આરોગ્યની ટીમ હરકતમાં આવી હતી.
આરોગ્ય વિભાગના 2 ડોક્ટર સહિત 6 ટીમોને અનેક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યુ હતુ. ઘટનાની ગંભીરતાને જોતા ડોક્ટરોની ટીમેન 24 કલાક એમ્બ્યુલન્સ સાથે ખડકી દેવામાં આવી હતી.
દુધેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન મંદિરમાં દર્શન કરવા માટે આવેલા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં દુષિત ખોરાક અને દુષિત પાણીના કારણે ઉમટી પડેલા ભક્તો ઝળા ઉલ્ટીની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ સમગ્ર જિલ્લાના આર્ગોયની ટીમ હરકતમાં આવી હતી. છેલ્લા ચાર દિવસમાં 50 જેટલા લોકોને ઝાળા ઉલ્ટી થયા હોયા હોવાના કેશ નોધાયા હતા.
આ પણ વાંચો: વલસાડમાં તસ્કરનો આતંક, 22 તોલા દાગીનાની ચોરી
આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં ખરાબ દેખાવના પગલે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું
આ પણ વાંચો: દ્વારકામાંથી 16 કરોડની કિંમતનું અફઘાની ચરસ પકડાયું