કાલાવડ/ આશ્રમમાંથી બે સગા ભાઇઓ સહિત નવ જેટલા શખ્સોએ ઢોર માર મારી યુવતીનું અપહરણ

નવાગામના વિશ્ર્વાસધામમાં રહેતી યુવતીનું તેના બે ભાઇઓ સહિત નવ જેટલા શખ્સોએ માર મારી અપહરણ કર્યુ. જામકંડોરણા ચેકપોસ્ટ પરથી પોલીસે છોડાવ્યા પછી તમામ આરોપીઓ સામે ગુન્હો નોંધાયો.

Gujarat Others
YouTube Thumbnail 2024 03 30T162140.902 આશ્રમમાંથી બે સગા ભાઇઓ સહિત નવ જેટલા શખ્સોએ ઢોર માર મારી યુવતીનું અપહરણ

@સાગર સંઘાણી

Jamnagar News: કાલાવડ તાલુકાના નવાગામમાં આવેલ વિશ્ર્વાસધામ આશ્રમમાં રહેતી ભાવનગર પંથકની યુવતીનું તેના બે સગા ભાઇઓ સહિત નવ જેટલા શખ્સોએ ઢોર માર મારી અપહરણ કરી જતા ચકચાર મચી છે. આ ચકચારી બનાવની વિગત એવી છે કે, કાલાવડના નવાગામમાં વિશ્ર્વાસધામ આશ્રમમાં સેવા પૂજા કરતી છાયાબેન કરશનદાસ મકવાણા (ઉ.વ.૨૯) મુળ તરેડ ગામ, તા.મહુવા જી.ભાવનગરની યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તે છેલ્લા દોઢેક મહિનાની આ આશ્રમમમાં રહી સેવા પૂજા અને ભજન કિર્તન કરે છે, જે તેના પરિવારને મંજૂર ન હોવાથી તેઓ વારંવાર ઘરે પરત આવવા રૂબરૂ આવી  ધમકીઓ પણ આપતા હતા.

 દરમિયાન ગત તા.૨૫.૩ ના રોજ રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં તેણીના બે સગાભાઇ મોરારીદાસ અને દયાનંદભાઇ તેમજ આજુબાજુ ગામના ઘનશ્યામ ભગવનભાઇ ગૌસ્વામી, સંજયભાઇ જીવણભાઇ, દિનેશભાઇ મુળજીભાઇ રાઠોડ, મનહરભાઇ વાળા, નંદરામદાસ બાપુ, રફીક હાસમભાઇ શેખ, રામભાઇ સોલંકી સહિતનાઓ એક બોલેરો તેમજ કે-૧૦ ગાડી લઇને આવેલાં અને તેના ભાઇ દયાનંદભાઇએ કહયું હતું કે, આપણાં દાદીમાં સીરીયસ છે, અને તેમને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરેલ છે, અને તને જોવા માંગે છે, તું અમારી સાથે ચાલ.

જેથી તેણીએ આવવાની ના પાડતા ઉશ્કેરાયેલા ભાઇઓએ ઢીકાપાટુનો માર મારી સાથે આવેલ માણસોને કહેવા લાગેલ કે આ છાયાને ઉપાડીને ગાડીમાં નાંખી દઇએ જેથી આશ્રમમાં હાજર ભરતભાઇ દેવશીભાઇ રાઠોડ, છગનભાઇ પ્રેમજીભાઇ મકવાણા, ભાવેશભાઇ ગોંડલીયા અને તેના પત્ની ભાવનાબેન વચ્ચે પડતા આ શખ્સોએ ગાડીમાંથી લાકડાના ધોકા કાઢી કહેવા ગયેલ કે કોઇ વચ્ચે પડશે તેને મારી નાંખીશું તેમ કહી તેણીના બન્ને ભાઇઓ અને સાથે આવેલ અન્ય શખ્સોએ ધોકા વડે માર મારી ગાડીમાં બેસાડી ફરાર થઇ ગયા હતા.

ત્યારબાદ ભરતભાઇએ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતા પોલીસે જામકંડોરણા પોલીસ ચેક પોસ્ટે ગાડી રોકાવી તેણીને મૂક્ત કર્યા હતા અને છાયાબેનને સૌ પ્રથમ કાલાવડની સરકારી હોસ્પિટલમાં સારવાર અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે., જયાં તેણીને સારૂ થઇ ગયા બાદ રજા આપતાં છાયાબેને કાલાવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઇ.પી.કો. કલમ- ૩૬૫,૩૨૩,૧૪૩,૧૪૪,૧૪૭,૧૪૮,૧૪૯,૫૦૪,૫૦૬-૨ ૪૫૨ તથા એટ્રોસીટી અને જી.પી.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથુ ઉચક્યુ, એક્ટિવ કેસ 53ને પાર, એકનું મોત

આ પણ વાંચો:રાજકોટ મહાનગર પાલીકા દ્વારા સંચાલીત પ્રાણી સંગ્રલાયમાં સફેદ વાધના બે બચ્ચાનો જન્મ થયો

આ પણ વાંચો:કોંગ્રેસમાં ગાબડા યથાવત્: સાબરકાંઠાના મહામંત્રી ડી.ડી.રાજપૂતે પક્ષ છોડ્યો

આ પણ વાંચો:ભાજપના નેતા અર્જુન મોઢવાડિયાનો રાસ રમતો વિડીયો વાયરલ

આ પણ વાંચો:ગુજરાતમાં સોનાએ 70,000ની ઐતિહાસિક સપાટી વટાવી