Gujarat News : ગુજરાત ગણિત મંડળના પ્રમુખ તરીકે ગૂજરાત વિધાપીઠ કુલપતિ અને ગણિત શિક્ષણ પધ્ધતિના અધ્યાપક ડો. હર્ષદ પટેલની વર્ષ ૨૦૨૫ માટે વરણી કરવામાં આવી છે.અમરેલી ખાતે યોજાયેલ ગુજરાત ગણિત મંડળના ૬૧ મા વાર્ષિક અધિવેશનમાં સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૫ માટે ગુજરાત ગણિત મંડળના પ્રમુખ તરીકે ડો. હર્ષદ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
હર્ષદ પટેલ ગુજરાત ગણિત મંડળના આજીવન સભ્ય છે તથા તેઓ ૨૫ વર્ષથી ગણિત વિષય પધ્દાતિના અધ્યાપક તરીકે કાર્યરત છે. તેઓએ ગણિતને આનંદમય અને સરળ ભાષામાં વ્યક્ત કરતા ‘ મજાનું ગણિત ‘ દ્વિમાસિકના સંપાદક તરીકે કાર્ય કર્યુ છે. સુગણિતમ અને ગણિત મંડળની પ્રવૃત્તિઓ સાથે વર્ષોથી જોડાયેલા છે. તેઓ શ્રી પ્ર. ચુ. વૈધ, શ્રી ફાધર વાલેસ, શ્રી એ. આર. રાવ અને શ્રી અરુણ વૈધના ગણિતજ્ઞોના પ્રદાનના સંવાહક રહ્યા છે.
આ પણ વાંચો:સાબરકાંઠા જિલ્લાના માર્ગો પર મોતની સવારી આર.ટી.ઓ વિભાગ કાર્યવાહી કરવામાં નિષ્ફળ
આ પણ વાંચો:સાબરકાંઠા અકસ્માતઃ ગાંભોઈ ભિલોડા હાઇવે પર બે બાઇક ટકરાતા બેનાં મોત અને એકને ઇજા