મ્યુનિસિપલ કમિશ્નરે આકસ્મિક અડાજણ રસી સેન્ટરની મુલાકાત લીધી
સુરત શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતા મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા રવિવારે મોલ બંધ રાખવાનું સુચન કરવામાં આવ્યું છે. ત્યારે પાલિકા કમિશ્નર દ્વારા હેલ્થ સેન્ટરોની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ અડાજણ ખાતે રસીસેન્ટરની પણ કમિશ્નર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ કહ્યું – વડા પ્રધાનનો એક માત્ર કાયદો, દેશને ફૂંકી મિત્રોને ફાયદો
સુરત શહેરમાં વધી રહેલ કોરોનાના કેસમાં વધારો થતા બહારગામથી આવતા લોકોનું પણ સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકા કમિશ્નર દ્વારા સુરતના હેલ્થ સેન્ટર પર મુલાકાત લીધી હતી. ત્યારે અચાનક સુરતમાં ફરી કેસ વધવાની શરૂઆત થતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બસ મથક તેમજ રેલ્વે સ્ટેશન પણ બહારગામથી આવતા લોકોનું સ્કેનીંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ સુરતમાં સ્કૂલમાં પણ શિક્ષકો સહીત બાળકો પણ કોરોના સંક્રમિત થતા સ્કૂલના બાળકોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ સુરતમાં વધુ કોરોન સંક્રમણ ન ફેલાય તે માટે પણ સુરતમાં આવવાના તમામ માર્ગો પર સ્કેનીંગની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે તેમજ સુરત કમિશ્નર દ્વારા પણ સુરતમાં શનિવાર અને રવિવારે મોલ બંધ રાખવાનું પણ સુચન કરવામાં આવ્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…