સિનિયર એડવોકેટ ઈન્દિરા જયસિંહની સલાહ પર નિર્ભયાની માતા આશા દેવીએ કડક પ્રતિક્રિયા આપી છે. આશા દેવીએ કહ્યું છે કે, ઇન્દિરા જયસિંહ, મને આ સલાહ આપનાર કોણ છે? આખો દેશ નિર્ભયાનાં દોષીઓને ફાંસી પર જોવા માંગે છે. ઇન્દિરા જયસિંહ જેવા લોકોનાં કારણે દુષ્કર્મનો ભોગ બનેલા લોકોને ન્યાય મળવામાં મોડું થાય છે.
એકવાર પણ મારા શોક વિશે નથી પૂછ્યું
આશા દેવીએ કહ્યું કે, વિશ્વાસ નથી થઇ રહ્યો કે ઇન્દિરા જયસિંહની આવી સલાહ સૂચવવાની હિંમત કેવી રીતે થઈ. હું તેમને ઘણા વર્ષો બાદ સુપ્રીમ કોર્ટમાં મળી હતી. એકવાર પણ તેમણે મારા શોક વિશે કંઇ પૂછ્યું નહોતું અને આજે તે ગુનેગારોને માફ કરવાની વાત કરે છે. કેટલાક લોકો દુષ્કર્મીઓનું સમર્થન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, તેથી દુષ્કર્મની ઘટનાઓ અટકતી નથી.
ઈન્દિરા જયસિંહે આશા દેવીને આપી હતી આ સલાહ
અગાઉ સિનિયર એડવોકેટ ઇન્દિરા જયસિંહે નિર્ભયાની માતાને ગુનેગારોને માફ કરવાની સલાહ આપી હતી. ઈંદિરા જયસિંહે નિર્ભયાની માતાને સોનિયા ગાંધીને અનુસરવાની અપીલ કરી હતી, જે રીતે સોનિયા ગાંધીએ દોષી નલિનીને રાજીવ ગાંધી હત્યા કેસમાં માફ કર્યા હતા, તેવી જ રીતે નિર્ભયાની માતાએ પણ કરવું જોઈએ. શુક્રવારે દિલ્હીની એક અદાલતે ગુનેગારો માટે નવું ડેથ વોરંટ જારી કર્યું છે. કોર્ટનાં આદેશ મુજબ ચારેય દોષીઓને 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે ફાંસી આપવામાં આવશે. જો કે ફાંસીમાં આવી રહેલા વિલંબથી આશા દેવી ઘણા નારાજ થયા છે.
આ અગાઉ નિર્ભયાની માતા આશા દેવીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી હતી કે, ‘તમે મહિલા સુરક્ષાની ખાતરી આપીને વર્ષ 2014 માં સત્તા પર આવ્યા હતા, તેથી 22 જાન્યુઆરીએ તેમને ફાંસી પર લટકાવીને સમાજને બતાવો કે તમે સમાજનાં રક્ષક છો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.