RMC/ રાજકોટમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ આશાપુરા ડીલક્સ પાન શોપ સીલ,માસ્ક નહી પહેરનારા ૩૦ આસામીઓ પાસેથી દંડ વસુલ  

રાજકોટ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે, શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો

Rajkot Gujarat Trending
delux pan રાજકોટમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ આશાપુરા ડીલક્સ પાન શોપ સીલ,માસ્ક નહી પહેરનારા ૩૦ આસામીઓ પાસેથી દંડ વસુલ  

રાજકોટ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે, શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે, તેમજ માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે.

delux pan2 રાજકોટમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ આશાપુરા ડીલક્સ પાન શોપ સીલ,માસ્ક નહી પહેરનારા ૩૦ આસામીઓ પાસેથી દંડ વસુલ  

દરમ્યાન આજે ૧૬-૦૪-૨૦૨૧ ના રોજ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ એક દુકાન સીલ કરવામાં આવી છે, અને શહેરમાંથી ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ૩૦ આસામીઓ પાસેથી રૂપિયા ૩૦,૦૦૦ /- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.

mask dand rmc3 રાજકોટમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ આશાપુરા ડીલક્સ પાન શોપ સીલ,માસ્ક નહી પહેરનારા ૩૦ આસામીઓ પાસેથી દંડ વસુલ  

 

સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ કાલાવડ રોડ પર આવેલ આશાપુરા ડીલક્સ પાન શોપ સીલ કરવામાં આવી હતી તેમજ શહેરમાં જાહેર માર્ગો પણ માસ્ક પહેર્યા વિના અવરજવર કરતા ૩૦ વ્યક્તિઓ પાસેથી રૂપિયા ૩૦,૦૦૦ દંડ વસુલ કરવામાં આવેલ છે.કોરોના સામે રક્ષણ મેળવવા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું આપણી અને આપણા પરિવાર માટે ખુબ જ જરૂરી છે. કોરોનાનો ચેઈન તોડવા માટે સૌ સાથે મળીને સહયોગ આપીએ. જાહેરમાં જવાનું ટાળો, બહાર નીકળો તો માસ્ક અવશ્ય પહેરો, વારંવાર હાથ સાબુથી સાફ કરવા જેવી સાવચેતી જાળવવી ખુબ જ જરૂરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…