ક્રિકેટ/ કોરોના મહામારીનાં કારણે એશિયા કપ-2021 રદ

સમગ્ર વિશ્વમાં આજે પણ કોરોનાનો કહેર ઓછો થયો નથી. ત્યારે આ મહામારીની અસર હવે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ પર પણ પડી રહી છે. આપને જણાવી દઇએ કે, કોરોના મહામારીને લઇને શ્રીલંકામાં યોજાનાર એશિયા કપ 2021 રદ કરવામાં આવ્યો છે. 

Sports
તાઉતે વાવાઝોડું 71 કોરોના મહામારીનાં કારણે એશિયા કપ-2021 રદ

સમગ્ર વિશ્વમાં આજે પણ કોરોનાનો કહેર ઓછો થયો નથી. ત્યારે આ મહામારીની અસર હવે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ પર પણ પડી રહી છે. આપને જણાવી દઇએ કે, કોરોના મહામારીને લઇને શ્રીલંકામાં યોજાનાર એશિયા કપ 2021 રદ કરવામાં આવ્યો છે.

તાઉતે વાવાઝોડું 72 કોરોના મહામારીનાં કારણે એશિયા કપ-2021 રદ

IPL / મહેન્દ્રસિંહ ધોની બાદ આ ખેલાડીઓમાંથી એકને મળી શકે છે CSK ની કમાન

આપને જણાવી દઇએ કે, આ નિર્ણય કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે કારણ કે ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ દેશો હાલમાં રોગચાળા સામે લડી રહ્યા છે અને ટૂર્નામેન્ટ યોજવાનું જોખમકારક હોઈ શકે છે. આ સાથે ભારત અને પાકિસ્તાન મહામુકાબાલો દેખવાની ચાહકોની ઇચ્છા હાલમાં પૂરી થશે નહી. તાજેતરમાં, કોરોના વાયરસે આઈપીએલ 2021 નાં ​​બાયો-બબલમાં પ્રવેશ કરી ઘણા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સંક્રમિત કર્યા હતા, ત્યારબાદ આઇપીએલને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યો હતો. એશિયન ક્રિકેટ દેશોમાં સૌથી વધુ કોવિડનો કહેર ભારતમાં જોવા મળી રહ્યો છે, આવી સ્થિતિમાં શ્રીલંકા ક્રિકેટ આ વખતે ટૂર્નામેન્ટ રદ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવી રહ્યુ છે.

તાઉતે વાવાઝોડું 73 કોરોના મહામારીનાં કારણે એશિયા કપ-2021 રદ

ક્રિકેટ / ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડ ટીમનું એલાન, IPL રમી ચુકેલા ખેલાડીઓને ઈંગ્લેન્ડની ટીમમાં જગ્યા નહી

મીડિયા સાથે વાત કરતાં શ્રીલંકા ક્રિકેટનાં ચીફ એક્ઝિક્યુટિવ એશ્લે ડી સિલ્વાએ કહ્યું કે, “હાલની પરિસ્થિતિઓને જોતા, ટૂર્નામેન્ટ (એશિયા કપ) રમવાનું આ વર્ષે જૂનમાં શક્ય નહીં બને.” આગામી સમયમાં તમામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમોનું સમયપત્રક ખૂબ વ્યસ્ત છે, તેથી એશિયન ટીમોની આ ટક્કર જોવા ચાહકોને 2023 વર્લ્ડ કપ સુધી રાહ જોવી પડી શકે છે.

kalmukho str 16 કોરોના મહામારીનાં કારણે એશિયા કપ-2021 રદ