આ દુનિયા રહસ્યોથી ભરેલી છે. અહીંની પરંપરાઓ અને સભ્યતા અલગ છે. રિવાજોથી લઈને ખોરાક અને કપડાં સુધી, તમને તફાવત જોવા મળશે. કેટલાક વિશે જાણીને આપણે ખુશ થઈએ છીએ, જ્યારે કેટલાક વિશે જાણીને આપણને આશ્ચર્ય થાય છે અને તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. આજે અમે તમને એક એવી જ પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે સાંભળીને તમે ચોક્કસ ચોંકી જશો અને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે. એક એવો દેશ છે જ્યાં મીઠું માંગવું એ ‘ગુના’થી ઓછું નથી.
આ પણ વાંચો :કોરોના વચ્ચે રહસ્યમય બીમારીએ સૌનું ખેંચ્યુ ધ્યાન, 1 ડઝન મોત
ભારતમાં, જ્યારે પણ આપણે કોઈને આપણા ઘરે આમંત્રિત કરીએ છીએ અથવા કોઈ મહેમાન આપણા ઘરે આવે છે, ત્યારે આપણે ચોક્કસપણે તેમણે જમવા બેસાડીએ છીએ. ભોજન પીરસ્યા પછી, તેઓને એકવાત ચોક્કસપણે પૂછીએ છીએ કે મીઠું ઓછું હોય તો નિઃસંકોચ માંગી લેજો. પરંતુ, એક એવો દેશ છે જ્યાં મીઠું માંગવું એ ‘ગુના’થી ઓછું નથી. આ સાંભળ્યા પછી કદાચ તમને વિશ્વાસ નહીં થાય પણ આ સત્ય છે. ઇજિપ્તમાં એક એવી પરંપરા છે, જ્યાં જમતી વખતે અલગથી મીઠું મંગાવવું ખોટું માનવામાં આવે છે.
જો તમે ઇજિપ્તમાં કોઈના ત્યાં ગયા છો અને ભોજન કરી રહ્યા છો, તો તેમની પાસેથી ક્યારેય વધારાનું મીઠું ન માગો. કારણ કે, તે ખોટું માનવામાં આવે છે. આનાથી ઇજિપ્તવાસીઓ ગુસ્સે થાય છે, જેમને લાગે છે કે તે યજમાન માટે અપમાનજનક છે. ઇજિપ્તમાં વર્ષોથી આ વિચિત્ર પરંપરા ચાલી રહી છે અને લોકો તેને હૃદયથી અનુસરી રહ્યા છે. તેથી જ્યારે પણ તમને ઇજિપ્તની મુલાકાત લેવાની તક મળે ત્યારે આ વાતનું ધ્યાન રાખો. જો કે, આ સિવાય અમેરિકા અને અન્ય દેશોમાં આવી પરંપરાઓ નથી. આ સિવાય ઇજિપ્તમાં કેટલાક રિવાજો ભારત જેવા જ છે.
આ પણ વાંચો :વિમાન લેન્ડિંગ સમયે થયુ અસંતુલિત અને પછી જે થયુ તે જોઇ તમારા ઉડી જશે હોશ
આ પણ વાંચો :પેટ્રોલ ભરાવો તો રાખજો ધ્યાન, નહીં તો થઇ શકે છે કઇંક આવું
આ પણ વાંચો :પત્નીનો આધારકાર્ડ લઇને પતિ ગર્લફ્રેન્ડને હોટલમાં લઇ ગયો અને પછી..
આ પણ વાંચો :જુગાડ શું કહેવાય તે કોઇ ભારતીયો પાસેથી શીખે, જુઓ આ ઘર જે બન્યું છે બોટલથી