Devbhoomi Dwarka News : મનરેગા સહાયના નાણાં મંજુર કરાવવા માટે રૂ.3500 ની લાંચ લેતા આસિસ્ટંટ વર્ક મેનેજરની એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ ધરપકડ કરી હતી. આ બનાવની વિગત મુજબ ફરિયાદી રોજગાર અર્થની મનરેગા યોજનાની વિવિધ 266 યોજનાઓ પૈકી વાઢીયુ ઘાસની વાવણી કરવા માટે ઓનલાઈન ફોર્મ ભર્યું હતું. જેમાં કુલ રૂ.23,000 મંજુર થયા હતા. જે પૈકી રૂ.14,000 ની ચુકવણી તેમને થઈ ગઈ હતી. જ્યારે બાકીના રૂ,9,000 મેળવવા માટે તેમણે દેવભૂમિ દ્વરકાના ભાણવડ તાલપૃુકાના આસિસ્ટંટ વર્ક મેનેજર (કરાર આધારિત) મિહીર વી.બારોટનો સંપર્ક સાધ્યો હતો.
જેમાં બારોટે બાકી રહેલી સહાયની રકમ ચુકવવા માચે રૂ,3,500 ની લાંચ માંગી હતી. જોકે ફરિયાદીએ ACBમાં ફરિયાદ નોંધાવતા એસીબીના અધિકારીઓએ દ્વારકામાં ભાણવડ, જકાતનાકા, દ્વારકાધીશ પાન ખાતે જાળ બિછાવીને લાંચ લેતા મિહિર બારોટને ઝડપી લીધો હતો.
આ પણ વાંચો:પતિની ગેરહાજરીમાં મૂકબધીર મહિલા પર આચર્યુ દુષ્કર્મ, નવજાત સાથે કર્યુ ગંદુ કામ
આ પણ વાંચો:પાટણમાં હાજીપુરમાં સગીરા સાથે દુષ્કર્મ, બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
આ પણ વાંચો:મહેસાણામાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યુ, ફોટા કર્યા હતા વાયરલ