દરેક વ્યક્તિ પોતાનું રાશિ ભવિષ્ય જાણવા માટે ઉત્સુક હોય છે. ત્યારે અહિયાં અમો આપને આપની રાશિના ફળ વિશેની માહિતી રજૂ કરી રહ્યા છીએ
મેષ : વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા આઠમા સ્થાને રહે છે. આર્થિક શારીરિક નુકસાન યોગો બને. આરોગ્ય અંગેની કાળજી રાખવી. આર્થિક સંજોગો કપરા બનતા જણાય. આધ્યાત્મિક કાર્યો તરફની તમારી રુચિ વધવા છતાં ધાર્મિક આડબરો વધે. વડીલવર્ગ તરફથી લાભ મળવા છત્તાં મનદુઃખના પ્રંસગો બને.
તા.29-03-2019થી ગુરુ તમારા નવમા ભાગ્યભાવે આવશે. વ્યવસાયિક લાંબી મુસાફરીના યોગ બને. તા.22-04-2019 સુધી શનિ કેતુ સાથે રહેતા વ્યવસાયિક કાર્યોમાં અવરોધો તેમજ વિલંબ બાદ સફળતા મળે.
તા.22-04-2019થી વક્રી ગુરુ પાછો તમારા આઠમા સ્થાને આવશે. જે આર્થિક તેમજ શારીરિક નુકસાનના યોગ બનાવે. કાનૂની કાર્યોમાં સાંભળવું.
શનિ આખું વર્ષ તમારા નવમા ભાગ્યભાવને રહે છે. જે ભાગ્યવૃદ્ધિમાં વિઘ્નો રુકાવટો તેમજ વિલંબ કરાવે. ધન ભાગ્યવૃદ્ધિના કાર્યોમાં અવરોધો આવે. ધાર્મિક યાત્રા મુસાફરી કષ્ટદાયી નીવડે. વડીલવર્ગને ઘાતક બીમારીના યોગ બને. ધીરધારનો ધંધો કરનારે કાળજી રાખવી.
વર્ષની શરૂઆત રાહુ તમારા છોટા સુખ સ્થાને રહે છે. જે અહીં શુભ ફળ આપવા સમર્થ નથી. આંતરિક શારીરિક તેમજ માનસિક તકલીફો રહે. બિનજરૂરી વાદ વિવાદથી દૂર રહેવું.
વર્ષની શરૂઆતમાં કેતુ તમારા દસમા કર્મસ્થાને રહે છે….આર્થિક સમસ્યાઓ તમારી પરેશાની વધારે…..આજીવિકાના સાધનોની ઉપેક્ષા કરાવે…..
તા.07-03-2019થી રાહુ તમારા ત્રીજા સ્થાનમાં આવશે….ભાઈ ભાડું સાથે મતભેદો રહે…..સાહસિક કર્યો સારા થાય…..
તા.07-03-2019થી કેતુ તમારા નવમા ભગ્યભાવે આવશે…..ધાર્મિક કર્યોમાં અવરોધ રુકાવટો આવે
સ્ત્રીઓ માટે – સ્ત્રીઓને આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય….આંતરિક શારીરિક તકલીફો રહે…..ભાગ્યવૃદ્ધિમાં અવરોધો આવે…..તમારી મનોવૃત્તિ બદલાતી જણાય…….વિવેક અને મર્યાદા જાળવવા જરૂરી બને…..
વિદ્યાર્થીઓ માટે – વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મધ્યમ પસાર થાય…….મહેનત પરિશ્રમ છત્તા સફળતા ઓછી મળતી જણાય…….બિનજરૂરી થાકના કારણે તમે અભ્યાસ પરત્વે બેદરકાર બનો…..
વૃષભ
વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા સાતમા સ્થાને રહે છે….જે આંતરિક અશાંતિ રહે…મિત્રના ઘરમાં હોવાથી શુભ ફળદાયી બને…સાહસિક કાર્યોમાં સફળતા મળે…..ધાર્મિક કર્યો તેમજ ધાર્મિક યાત્રા મુસાફરીના યોગ બને…
તા.29-03-2019થી ગુરુ તમારા આઠમા સ્થાને આવશે…….આંતરિક માનસિક તેમજ શારીરિક તકલીફો વધે….શારીરિક નુકસાનના યોગ બને….આર્થિક દ્રષ્ટિએ તમે એક અદભુત સ્થિતિમાં જીવશો…….
તા.22-04-2019થી વક્રી ગુરુ પાછો તમારા સાતમાં સ્થાને આવશે. જે આંતરિક અશાંતિ વધારશે।…સામાજિક સબંધની તૂટફૂટ થાય. ધાર્મિક મુસાફરી લાભદાયી નીવડે.
શનિ આખુ વર્ષ તમારા આઠમા સ્થાને રહે છે. અહીં તમારે અઢી વર્ષની નાની પનોતી લોઢાના પાયે ચાલશે. જે શારીરિક નાની મોટી તકલીફો રાખે. પડવા વાગવા અગપીડા કે શસ્ત્રક્રિયા સબંધી તકલીફો રહે.
વર્ષની શરૂઆત રાહુ તમારા ત્રીજા પરાક્રમ સ્થાને રહે છે. જે ભાઈ ભાંડુ સાથે મનદુઃખ કે મતભેદો રાખે. નોકરિયાત વર્ગને અનિશ્ચિત પરિવર્તનના યોગ બને.
વર્ષની શરૂઆતમાં કેતુ તમારા નવમા ભાગ્યભાવે રહે છે. જે ભાગ્યવૃદ્ધિના કાર્યોમાં અનેક અવરોધ રુકાવટો લાવે. ધાર્મિક ભાવના ઓછી થતી જણાય.
તા.07-03-2019થી રાહુ તમારા બીજા ધનસ્થાને આવશે. જે પારિવારિક નાની મોટી અનેક મુશ્કેલીઓ ઉભી કરે. પરિવારના સભ્યો વધુ પડતા મહત્વકાંક્ષી બનતા જણાય. આરોગ્ય અંગેની નાની મોટી તકલીફો રહે.
તક.07-03-2019થી કેતુ તમારા આઠમા સ્થાને આવશે. જે આરોગ્ય અંગેની અનેક નાની મોટી તકલીફો રાખે. પડવા વાગવા કે શસ્ત્રક્રિયા સબંધી તકલીફો રાખે. ગુપ્તદર્દ સબંધી તકલીફો રહે.
સ્ત્રીઓ માટે – સ્ત્રીઓ માટે આ વર્ષ મધ્યમ પસાર થાય. આંતરિક શારીરિક તેમજ માનસિક તકલીફો રહે. કુટુંબ તરફથી માનભંગ થાય. તમારી અંગત જવાબદારીમાં વધારો થાય.
વિદ્યાર્થીઓ માટે – વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મધ્યમ પસાર થાય. વધુ મહેનત છત્તા ઓછી સફળતા પ્રાપ્ત થાય. આળસ અને બેચેનીથી દૂર રહેવું જરૂરી બને.
મિથુન
વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા છઠા સ્થાને રહે છે…….જે અહીં અનુકૂળ નથી…….આરોગ્ય અંગેની નાની મોટી તકલીફો રહે…….આર્થિક બાબતની ચિંતા રહે……બેદરકાર રહેશો તો ઘણું ગુમાવું પડશે…….
તા.29-03-2019થી ગુરુ તમારા સાતમા સ્થાને આવશે……..ધાર્મિક યાત્રા મુસાફરી તકલીફ કર્તા નીવડે…….સામાજીક કાર્યો કરનારને તકલીફો ઉભી થાય……સાહસિક કાર્યોમાં સફળતા સારી મળે……..
તા.22-04-2019થી વક્રી ગુરુ પાછો તમારા છઠ્ઠા સ્થાને આવશે…….જે અહીં અનુકૂળ નથી આનેક નાની મોટી તકલીફોનો સામનો કરવો પડે વ્યવસાયિક ભાગીદારીમાં નવીન પ્રશ્નોનો મુકાબલો કરવો પડે…….વ્યવસાયિક ભાગીદારીમાં નવીન પ્રશ્નોનો મુકાબલો કરવો પડે…….
શનિ આખું વર્ષ તમારા સાતમા સ્થાને રહે છે….જે આંતરિક જીવનમાં અશાંતિ રાખે…….ભાગ્યવૃદ્ધિ કાર્યોમાં વિલંબ છતાં સફળતા સારી મળે…. સ્થાવર અંગેનું મોટું આયોજન કરી શકશો……..
રાહુ વર્ષની શરૂઆતમાં તમારા બીજા ધનસ્થાને રહે છે…જે અહીં અનુકૂળ નથી….કૌટુંબિક અશાંતિ રહે…પારિવારિક સદ્ધરતા હોવા છત્તા નાણાંની ખેંચ વર્તાય……કોર્ટ કચેરીને લગતા કાર્યોમાં સંભળાવું……
કેતુ વર્ષની શરૂઆતમાં તમારા આઠમાં સ્થાને રહે છે…જે આરોગ્ય અંગેની નાની મોટી તકલીફો વધારે પડવા વાગવા શસ્ત્રક્રિયા કે ગુપ્તદર્દ સંબધી તકલીફોથી સંભળાવું……
તા.07-03-2019થી રાહુ તમારી રાશિમાં આવશે….જે આંતરિક માનસિક તેમજ શારીરિક આર્થિક અનેક તકલીફોનો સામનો કરવો પડે…મસ્તક પીડા કે મગજ પર ગરમીની અસરો વધુ રહે…..
તા.07-03-2019 થી કેતુ તમારા સાતમા સ્થાને આવશે……જે આંતરિક તકલીફો વધારે……ભાગીદારીના વ્યવસાયિકોને ભાગીદારો સાથે મનદુઃખ કે ભાગીદારી છૂટી જવાના યોગ બને….જીવનસાથીની તબિયતની કાળજી રાખવી……
સ્ત્રીઓ માટે – સ્ત્રીઓ માટે આ વર્ષ મધ્યમ પસાર થાય….પારિવારિક અણબનાવ રહે…..કુટુંબના સભ્યો સાથે મનદુઃખના પ્રંસગો બને….
વિદ્યાર્થીઓ માટે- વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય. મહેનત પરિશ્રમનું ફળ બીજાને મળતું જણાય. મનને સ્થિર કરી અભ્યાસને પરત્વે ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી બને.
કર્ક
વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા પાંચમાં સ્થાને રહે. સંતાન સુખ સારું રહે છતાં સંતાન સાથે વિચારોમાં અલગતા રહે. ધાર્મિક યાત્રા -મુસાફરી લાભદાયી નીવડે. કૌટુંબિક સુખાકારી સારી રહે. વ્યાવાયિક મુસાફરી પ્રગતિકારક નીવડે
તા. ૨૯-૦૩-૨૦૧૯થી ગુરુ તમારા છઠ્ઠા રોગ-શત્રુસ્થાને આવશે. અહીં તે અનુકૂળ નથી. આરોગ્ય અંગેની નાની-મોટી તકલીફો રહે. આર્થિક તકલીફો રહ્યા કરે. તમારામાં સ્વાર્થવૃત્તિ વધતી જણાય .
તા. ૨૨-૦૪-૨૦૧૯થી વક્રી ગુરુ તમારા પાંચમાં સ્થાને આવશે. સંતાન અંગેની તકલીફો રહે. સંતાન અંગેની આર્થિક જવાબદારી પૂર્ણ કરવામાં તકલીફો પડે
શનિ આખું વર્ષ તમારા છઠ્ઠા રોગ-શત્રુસ્થાને રહે છે. જે મિશ્ર ફળદાયી બને. મોસાળ પક્ષ સબંધી તકલીફો રહે. નોકરિયાત વર્ગને સહકાર્યકરો સાથે અણબનાવ રહે.
વર્ષની શરૂઆતમાં રાહુ તમારી રાશિમાં રહે છે. જે આંતરિક માનસિક અશાંતિ વધારે. આર્થિક છેતરામણી થવાના યોગ બને. કૌટુંબિક મનદુઃખ તેમજ કુટુંબના સભ્યો સાથે ગ્રશન રહે .
વર્ષની શરૂઆતમાં કેતુ તમારા સાતમે રહે છે. જે આંતરિક દામ્પત્યજીવનમાં ઉપાધિ આવે. ભાગીદારીના ધંધામાં સાચવવું.
તા. ૭-૦૩-૨૦૧૯થી રાહુ તમારા બારમા વ્યવસ્થાને આવશે. જે આર્થિક- માનસિક શારીરિક તકલીફોનો સામનો કરાવે. સટ્ટાકીય તેમજ જોખમી કર્યો કરનારને આર્થિક નુકશાનના યોગ બને .
તા. ૦૭-૦૩-૨૦૧૯ થી કેતુ તમારા છઠ્ઠા રોગ-શત્રુસ્થાને આવશે. જે શારીરિક તકલીફો વધારે રહે. નોકરિયાત વર્ગને અનેક નાની-મોટી તકલીફોનો સામનો કરવો પડે.
સ્ત્રીઓ માટે – સ્ત્રીઓ માટે આ વર્ષ મધ્યમ પસાર થાય. આંતરિક-માનસિક તેમજ કૌટુંબિક અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે.
વિદ્યાર્થીઓ માટે – વિધાર્થીઓ માટે આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય. અનેક અવરોધો છતાં વિદ્યા પ્રાપ્તિમાં સફળતા સારી મળે. ડિગ્રી પ્રાપ્તિ માટે વધુ મહેનતની જરૂર જણાય.
સિંહ
વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા ચોથા સ્થાને રહે છે. સ્થાન હાનિકર્તા હોવાથી સ્થાવરની વૃદ્ધિ થવા છતાં યોગ્ય લાભ ન થાય. દસ્તાવેજ સંબંધી કાર્યોમાં સંભળાવું.
તા.29-03-2019થી ગુરુ તમારા પાંચમા સ્થાને આવશે. અહીં તે સ્વગૃહી બને છે. સંતાનની પ્રગતિ થાય. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ સારા બને. વ્યવસાયિક મુસાફરી પ્રગતિશીલ નીવડે.
તા.22-04-2019થી વક્રી ગુરુ પાછો તમારા ચોથા સ્થાને આવશે. જે અનેક મુશ્કેલીઓ ઉભી કરે. સ્થાવર અંગેના કાર્યોમાં ધીરજ રાખવી. લખાણ કે દસ્તાવેજ સંબંધી કાર્યોમાં ફસાઈ ન જવાય તેવી કાળજી રાખવી. કફ શરદી અને હ્ર્દયના રોગોથી સાચવવું.
શનિ આખું વર્ષ તમારા પાંચમા સ્થાને રહે છે. જે આંતરિક શારીરિક તકલીફો રાખે. સંતાન સાથે વૈચારિક મતભેદો રહે. કુટુંબમાં તમારી ઈચ્છા વિરુદ્ધના કર્યો થતા જણાય. તમારા કુટુંબમાં પ્રત્યે નકારાત્મકતા જણાય. આંતરિક તેમજ સંતાન અંગેની નાની મોટી તકલીફો રહે.
રાહુ વર્ષની શરૂઆતમાં તમારા બારમા વ્યયસ્થાને રહે છે…જે આંતરિક આર્થિક તેમજ માનસિક અશાંતિ રહે. આર્થિક નુકસાનના અનેક યોગો બને.
કેતુ વર્ષની શરૂઆતમાં તમારા છઠ્ઠા સ્થાને રહે છે…શારીરિક આર્થિક અનેક તકલીફોનો સામનો કરવો પડે. નાણાકીય બાબતે તમે બીજાના ઋણી બનશો.
તા.07-03-2019થી રાહુ તમારા લાભભાવે આવશે. જે આર્થિક લાભદાયી યોજનાઓ દ્વારા લાભ અપાવે.
તા.07-03-2019 થી કેતુ તમારા પાંચમા સ્થાને આવશે. જે પેટ આંતરડા સંબંધી તકલીફો રાખે. સંતાન સાથે મનદુઃખના પ્રંસગો બને.
સ્ત્રીઓ માટે – સ્ત્રીઓ માટે આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય. આંતરિક કૌટુંબિક તકલીફો રહે.દાંમ્પત્યજીવનમાં ખટરાગ રહે.
વિદ્યાર્થીઓ માટે- વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મધ્યમ પસાર થાય. વિદ્યા પ્રાપ્તિમાં અવરોધો આવે. સતત પુરુષાર્થ છત્તાં યોગ્ય ફળના મળે.
કન્યા
વર્ષની શરુઆતમાં ગુરુ તમારા ત્રીજા પરાક્રમ સ્થાને રહે છે ભાઇ ભાંડુ સાથે મતભેદો રહે પ્રગતિની અનેક તકો આવવા છતાં તમે તેનો લાભ ન મેળવી શકો સાહસિક કાર્યોમાં સંભાળવું.
તા.22-03-2019 થી ગુરુ તમારા ચોથા સુખ ભાવે આવશે અહીં તે સ્વગૃહી બને છે અહીં સુખ શબ્દ ના સંદર્ભમાં તમે ઘણું મેળવશો અંગત સંબંધોમાં છેતરાઇ ન જવાય તેની કાળજી રાખવી સ્થાવર અંગેનાં કાર્યોમાં કાળજી રાખવી.
તા-22-04-2019 થી વક્રી ગુરુ વૃષિક એટલે તમારા ત્રીજા સ્થાને આવશે જે ભાઈ ભાંડુ સંબંધી તકલીફો રાખે કૌટુંબિક શુભ કાર્યો થાય પરિવારના સભ્યો સાથે મન દુઃખ ના પ્રસંગો બને.
શનિ આખું વર્ષ તમારા ચોથા સુખ ભાવે રહે છે અહીં તમારે અઢી વર્ષની નાની પનોતી લોઢાના પાયે ચાલે છે જે આંતરિક માનસિક તેમજ શારીરિક તકલીફો વધુ રાખે
રાહુ વર્ષની શરૂઆતમાં તમારા અગિયારમાં લાભ રહે છે જે આર્થિક પ્રગતિના ચાન્સ સારા અપાવે ભૌતિક સમૃદ્ધિ વધારો થાય
કેતુ વર્ષની શરૂઆતમાં તમારા પાંચમા સ્થાને રહેશે જે આંતરિક શારીરિક તકલીફો રાખે સંતાન સંબંધી નાની-મોટી તકલીફો રહે પેટ આતરડા ને લગતી નાની-મોટી શસ્ત્ર ક્રિયા ના યોગ બને
તા. 07-03-2019 થી રાહુ તમારા દસમા કર્મ સ્થાને આવશે જે પિતા સાથે અણબનાવ રાખે ધંધા વ્યવસાયિક કાર્યોમાં અનેક મુસીબતો આવે અહીં તમે સંગ્રહિત કર્મના ભોગવટા નો અનુભવ કરશો
તા. 07-03-2019 થી કેતુ તમારા ચોથા સુખ ભાવે આવશે માતાની તબિયત ની કાળજી રાખવી સ્થાવર મિલકતના પ્રશ્ને અવરોધ આવે વડીલ વર્ગને શારીરિક તકલીફોથી સંભાળવું
સ્ત્રીઓ માટે- સ્ત્રીઓ માટે આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય આંતરિક માનસિક તેમજ કૌટુંબિક તકલીફો રહે કૌટુંબિક ધન-સંપતિના પ્રશ્નો વિલંબ થાય ચિંતા ઉપાધિ તમારા ટેન્શન વધારે
વિદ્યાર્થીઓ માટે- વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મધ્યમ પસાર થાય મહેનત પરિશ્રમના પ્રમાણમાં સફળતા ઓછી મળે ઉચ્ચ ડિગ્રી ની પ્રાપ્તિ માટે વધારે વધુ પરિશ્રમ ની જરૂર જણાય
તુલા
વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા બીજા ધનસ્થાને રહે છે……જે કૌટુંબિક મનદુઃખના અનેક પ્રંસગો બનાવે…..કુટુંબના વડીલો સાથે મતભેદો વધે….કૌટુંબિક ધનસંપત્તિ પ્રશ્ને અવરોધો આવે…..
તા.29-03-2019થી ગુરુ તમારા ત્રીજા પરાક્ર્મસ્થાને આવશે……જે અહીં મિશ્ર ફળદાયી બને…..પ્રગતિની અનેક તકો આવવા છત્તા તેનો લાભ ન લાઈ શકો….ભૌતિક સુખ સમૃદ્ધિમાં વધારો થાય……
તા.22-04-2019થી વક્રી ગુરુ તમારા બીજા ધનભાવે આવશે……કૌટુંબિક મનદુઃખના પ્રંસગો બને….આવક સંબંધી તમારી ઈચ્છાઓ પૂર્ણ થતી જણાય……
શનિ આખું વર્ષ તમારા ત્રીજા પરાક્રમ સ્થાને રહે છે….ભાઈ ભાંડુનું સુખ સારું રહે….સાહસિક કર્યો સારા થાય…..વ્યવસાયિક નવીન યોજનાઓ ગોઠવાય……ભાગ્યવૃદ્ધિમાં વિઘ્નો તેમજ વિલંબ થાય….
રાહુ વર્ષની શરૂઆતમાં તમારા દસમા સ્થાને રહે છે….વડીલવર્ગ તેમજ માતાને લગતી તકલીફો રહે…..વારસાગત લાભ સારા મળે….
કેતુ વર્ષની શરૂઆતમાં તમારા ચોથા સુખભાવે રહે છે….જે સ્થાવર અંગેના કાર્યોમાં વિઘ્નો લાવે……
તા.07-03-2019થી રાહુ તમારા નવમા ભગ્યભાવે આવશે……ધાર્મિક કર્યોમાં અવરોધો આવે….ભાગ્યવૃદ્ધિની આનેક તકો નિષ્ફ્ળ જતી જણાય…..ધાર્મિક મુસાફરી કષ્ટદાયી નીવડે…..
તા.07-03-2019થી કેતુ તમારા ત્રીજા પરાક્રમ સ્થાને આવશે……શેર સટ્ટાકીય કર્યોમાં છેતરપિંડીના ભોગ બનાય।…
સ્ત્રીઓ માટે – સ્ત્રીઓ માટે આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય……આંતરિક કૌટુંબિક તકલીફો વધુ રહે ભૌતિક સુખ સંપત્તિ બાબતે રુકાવટ આવે….
વિદ્યાર્થીઓ માટે – વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય…..વધુ મહેનત પરિશ્રમના યોગ બને….બિનજરૂરી થાકના લીધે તમે આળસુ બનતા જાવ….
વૃશ્ચિક
વર્ષની શરૂઆતમાં ગુરુ તમારી રાશિમાં રહે છે. આધ્યાત્મિક કાર્યો સારા થાય. તમારામાં સાહસ અને હિંમત વધે. નવીન ભાગીદારી થાય. તમારી આર્થિક-સામાજિક જવાબદારીમાં વધારો થાય.
તા. ૨૯-૦૩-૨૦૧૯થી ગુરૂ તમારા બીજા ધનસ્થાને આવશે. અહીં તે સ્વગૃહી થાય છે. કૌટુંબિક ધન સંપત્તિના યોગ સારા બને. આવક સબંધી ઈચ્છા પૂર્ણ થવા છતાં અનેક તકલિફોનો સામનો કરવો પડે.
તા. ૨૨-૦૪-૨૦૧૯થી વક્રી ગુરુ તમારી રાશિમાં આવશે. અહીં તે અનેક ઉપાધિઓ લાવે. આંતરિક-શારીરિક તકલીફો રહે. નવીન વ્યવસાયિક કાર્યોમાં સંભાળવું.
શનિ આખું વર્ષ તમારા બીજા ધનસ્થાને રહે છે. અહીં તમારે સાડાસાતી પનોતીનો ત્રીજો અને છેલ્લો તબક્કો રૂપાના પાયે ચાલશે. આંતરિક -કૌટુંબિક તેમજ આર્થિક અનેક તકલીફોનો સામનો કરવો પડે. સામાજિક જવાબદારી વધે. કમર દર્દથી સાચવવું.
રાહુ વર્ષની શરૂઆતમાં તમારા નવમા ભાગ્યભાવે રહે છે. ભાગ્યવૃદ્ધિની અનેક તકો આવવા છતાં નિષ્ફળ જતી જણાય. ધાર્મિક યાત્રા-મુસાફરી તકલીફકર્તા નીવડે.
કેતુ વર્ષની શરૂઆતમાં તમારા ત્રીજા પરાક્રમમસ્થાને રહે છે. જે ભાઈભાંડુ સાથે મતભેદો કે મનદુઃખના પ્રસંગો બને. મહેનત-પરિશ્રમ વધુ છતાં સફળતા નહિવત મળે. કાન-નાક અને ગળાને લગતી તકલીફોથી સાચવવું.
તા. ૦૭-૦૩-૨૦૧૯થી રાહુ તમારા આઠમા સ્થાને આવશે. આંતરિક- શારીરિક નાની મોટી અનેક તકલીફો આવે. ખાનપાનની અનિયમિતતાના કારણે આરોગ્ય બગડે.
તા . ૦૭-૦૩-૨૦૧૯થી કેતુ તમારા બીજા ધનભાવે આવશે. આંતરિક કૌટુંબિક અશાંતિ વધુ રહે. કૌટુંબિક ધનસંપત્તિમાં વધારો થવા છતાં ધનવ્યયના યોગ વધુ બને.
સ્ત્રીઓ માટે – સ્ત્રીઓ માટે આ વર્ષ માધ્યમ પસાર થાય. આંતરિક -કૌટુંબિક નાની મોટી તકલીફો રહે. વડીલવર્ગની તબિયત સંભાળવી, ઢીંચણ, કમર અને પગમાં વાયુના દર્દોથી પીડા થાય.
વિદ્યાર્થીઓ માટે – વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય. ડિગ્રી પ્રાપ્તિવાળાને વધુ મહેનતની જરૂર જણાય. સમયનો સદુપયોગ જરૂરી બને .
ધન
વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા બારમાં સ્થાને રહે છે……જે ધનવ્યયના અનેક યોગો બનાવે……વડીલ વ્યક્તિને શારીરિક અનેક તકલીફો રહે….અંગત વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાતના યોગ બને…..
તા.29-03-2019થી ગુરુ તમારી રાશિમાં આવશે. અહીં તે સ્વગૃહી બને છે. સાહસિક કાર્યોમાં સફળતા સારી મળે. ઉતાવળીયો કોઈ નિર્ણય આ સમયમાં ન લેવાય તેની કાળજી રાખવી…..
તા.22-04-2019 થી વક્રી ગુરુ પાછો તમારા બારમા વ્યવસ્થાને આવશે. જે આર્થિક શારીરિક નુકસાનના યોગ બનાવે…….અંગત વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાતના યોગ્ય બને. વડિલ વ્યક્તિ સાથે મનદુઃખના પ્રંસગો બને…ધંધા વ્યવસાયિક ઉઘરાણી ફસાઈ જવાના યોગ બને. ધાર્મિક ખર્ચના પ્રંસગો બને.
શનિ આખું વર્ષ તમારી રાશિમાં રહે છે…..અહીં તમારે સાડાસાતી પનોતીનો બીજો તબક્કો સોનાના પાયે છાતી પરથી ચાલશે…….જે આંતરિક શારીરિક તેમજ આર્થિક અનેક તકલીફો રાખે…..
રાહુ વર્ષની શરૂઆતમાં તમારા આઠમા આયુષ્ય સ્થાને રહે છે….આંતરિક શારીરિક તકલીફો વધુ રહે….ખાનપાનની આનિયમિતતા મોટી ગરબડો ઉભી થાય…ગુપ્ત દર્દ કે ગુપ્તાંગ સબંધી તકલીફોથી સંભાળવું……
કેતુ વર્ષથી શરુઆતમા તમારા બીજા ધનસ્થાને રહે છે. જે કૌટુંબિક તેમજ આર્થિક નાની મોટી તકલીફો રાખે. આંખના રોગોથી સાચવવું.
તા.07-03-2019 થી કેતુ તમારી રાશિમાં આવશે. જે આંતરિક માનસિક તેમજ આર્થિક તકલીફો રાખે।. મસ્તકપીડા તેમજ મગજ પર ગરમીની અસરો રહે.
સ્ત્રીઓ માટે – સ્ત્રીઓ માટે આ વર્ષ મધ્યમ પસાર થાય…આંતરિક, શારીરિક તેમજ માનસિક તકલીફો રહે…
વિદ્યાર્થી માટે – વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મધ્યમ પસાર થાય.મહેનત પરિશ્રમના પ્રમાણમાં સફળતા ઓછી મળે. પુરુષાર્થ જેટલો વધુ કરશો એટલી સફળતા સારી મેળવશો.
મકર રાશિ- વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા અગિયારમા લાભ ભાવે રહે છે જે શુભ ફળદાયી ગણાય યસ માન પ્રતિષ્ઠામાં વધારો થાય અણધાર્યા ધનલાભ મળવા છતાં ધનપ્રાપ્તિમાં આનંદ નહીં લઈ શકો
તા. 29-03-2019 થી ગુરુ તમારા બારમા વ્યયસ્થાને આવશે જે આંતરિક માનસિક અશાંતિ રાખે આર્થિક શારીરિક હાનિના યોગ બને પરિવારની વડીલ વ્યક્તિને શારીરિક તકલીફો વધુ રહે
તા. 22-04-2019 થી વક્રી ગુરુ તમારા લાભ ભાવે આવશે. સામાજિક તેમજ કૌટુંબિક માન- મોભો વધે શેર સટ્ટાકીય કાર્યોથી દૂર રહેવું હિતાવહ ગણાય.
શનિ આખું વર્ષ તમારા બારમા વ્યવસ્થાને રહે છે. અહીં તમારે સાડાસાતી પનોતીનો પ્રથમ તબક્કો લોઢાના પાયે ચાલશે આંતરિક માનસિક તેમજ શારીરિક તકલીફો રહે નોકર ચાકરથી તકલીફ થાય.
રાહુ વર્ષની શરૂઆતમાં તમારા સાતમા સ્થાને રહે છે જે આંતરિક માનસિક તેમજ દાંપત્યજીવન સબંધી રહે અનેક નાની-મોટી તકલીફોનો સામનો કરવો પડે ભાગીદારના વ્યવસાયમાં સાચવવું કોર્ટ કચેરી યોગ બને છૂટાછેડાના કેસોમાં ગૂચવાડા ઉભા થાય.
કેતુ વર્ષની શરૂઆતમાં તમારી રાશિમાં રહે છે આંતરિક માનસિક શારીરિક તકલીફો રહે તમારી વ્યક્તિગત જવાબદારીમાં વધારો થાય.
તા 07-03-2019થી રાહુ તમારા છઠ્ઠા સ્થાને આવશે જે મિશ્ર ફળદાયી ગણાય. આર્થિક શારીરિક નાની મોટી તકલીફો રહે .આરોગ્ય અંગે કાળજી રાખવી
તા07-03-2019થી કેતુ તમારા બારમા વ્યયસ્થાને આવશે .જે અનેક પ્રકારની મુસીબતો ઉભી રહે. આર્થિક લાભની તકો આવવા છતાં તમે તે મેળવી ન શકો
સ્ત્રીઓ માટે- સ્ત્રીઓ માટે આ વર્ષ કસોટીમય પસાર થાય. આંતરિક-માનસિક તેમજ કૌટુંબિક તકલીફો વધુ રહે . ધનવ્યયના યોગ વધુ બને. કૌટુંબિક મતભેદો કે મનદુઃખના પ્રસંગો બને.
વિદ્યાર્થીઓ માટે- વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મધ્યમ પસાર થાય. મહેનત પરિશ્રમનું મીઠું ફળ મળતું જણાય. ઉચ્ચ અભ્યાસ અંગેની તમારી ઈચ્છા પૂર્ણ થતી જણાય.
કુંભ
વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા દસમા કર્મસ્થાને રહે છે. જે મધ્યમ ફળદાયી ગણાય. વ્યવસાયિક કર્યો સારા થવા છત્તાં યોગ્ય લાભ ન મેળવી શકો.
તા.29-03-2019થી ગુરુ તમારા અગિયારમા લાભભાવે આવશે. જે સામાજિક કાર્યોમાં પ્રગતિ કરાવે. કૌટુંબિક માનમોભાની વૃદ્ધિ થાય…
તા.22-04-2019થી વક્રી ગુરુ તમારા દસમા કર્મસ્થાને આવશે. અહીં તે વક્રી હોવાથી શુભફળ ન આપી શકે. શનિ આખું વર્ષ તમારા અગિયારમા લાભભાવે રહે છે. જે અહીં શુભ ફળ આપશે. આંતરિક માનસિક અશાંતિ રહે. અણધાર્યા ખર્ચના પ્રંસગો બને. ભૌતિક સુખ સમૃદ્ધિમાં વધારો થાય.
વર્ષની શરૂઆતમાં રાહુ તમારા છઠ્ઠા સ્થાને રહે છે. આરોગ્ય બાબતે અનેક નાની મોટી તકલીફો રહે…માનસિક અસ્વસ્થતા વધુ રહે….બીમારી તરફનું દુર્લક્ષ્ય સેવવું યોગ્ય ન ગણાય. ભાગીદારીના વ્યવસાયમાં મનદુઃખ થાય. વર્ષની શરૂઆતમાં કેતુ તમારા બારમા સ્થાને રહે છે. આંતરીક માનસિક શારીરિક તકલીફો વધુ રહે.
તા.07-03-2019થી રાહુ તમારા પાંચમા સ્થાને આવશે. સંતાન બાબતની નાની મોટી તકલીફો રાખે. સાહસિક કાર્યોમાં સાંભળવું. નુકસાનના અનેક યોગ બને.
તા.07-03-2019થી કેતુ તમારા અગિયારમા લાભભાવે આવશે. જે આર્થિક લાભો સારા થાય. મિત્રવર્ગ તરફથી સહાયતા મળી રહે.
સ્ત્રીઓ માટે – સ્ત્રીઓ માટે આ વર્ષ મધ્યમ પસાર થાય આંતરિક માનસિક શારીરિક નાની મોટી તકલીફો રહે. જીવનસાથી સાથે મતભેદો સર્જાય. અંગત જીવનમાં તકલીફો ઉભી થાય.
વિદ્યાર્થીઓ માટે – વિદ્યાર્થીઓ માટે આ વર્ષ અનેક મુશ્કેલીઓ સામનો કરાવે. મહેનત પરિશ્રમનું ફળ બીજાને મળતું જણાય. મિત્રોથી સાવધાન રહેવું.
મીન
વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા નવમા ભાગ્ય ભાવે રહે છે. ભાગ્ય વૃદ્ધિની અનેક તકો આવવા છતાં ભાગ્યવૃદ્ધિમાં અવરોધો આવે. ધાર્મિક કાર્યો સારા થાય. સ્થાવર -મિલ્કતમાં વધારો થાય . તમે વૈભવી અને મોભાયુક્ત જીવન જીવવાના આદતી બનશો.
તા. ૨૯-૦૩-૨૦૧૯થી ગુરુ તમારા દસમા કર્મસ્થાને આવશે. જે આજીવિકા સબંધી કાર્યોમાં ફેરફાર કરાવશે. ધંધા -વ્યવસાયિક કાર્યો સારા થાય.
તા. ૨૨-૦૪૨૦૧૯થી વક્રી ગુરુ તમારા નવમાં ભાગ્યભાવે આવશે. જે લાભદાયી હોવા છતાં કષ્ટકારી બને. યશ-માન-પ્રતિષ્ઠાની વૃદ્ધિ થાય. ધાર્મિક યાત્રા -મુસાફરીના યોગ સારા બને.
શનિ આખું વર્ષ તમારા દસમા કર્મસ્થાને રહે છે. જે વધુ મહેનત-પરિશ્રમના યોગ બનાવે. તમે વ્યક્તિગત જવાબદારી નિભાવવામાં પાછા પડતા જણાય. તમારી કુટુંબ પ્રત્યેની જવાબદારી વધતી જણાય. નાણાકીય મોટું સાહસ કરવાથી દૂર રહેવું જરૂરી છે .
રાહુ વર્ષની શરૂઆતમાં તમારા પાંચમા સ્થાને રહે છે. જે સંતાન અંગેની નાની-મોટી તકલીફો રાખે. સાહસિક કાર્યોમાં સંભાળવું. પેટ આંતરડા અને ગેસ્ટ્રીક તકલીફોથી સાચવવું.
કેતુ વર્ષની શરૂઆતમાં તમારા અગિયારમા લાભભાવે રહે છે જે મિશ્રા ફળદાયી ગણાય. મોટાભાઈ-ભાંડુ સાથે મનદુઃખના પ્રસંગો બને.
તા. ૭-૦૩-૨૦૧૯થી રાહુ તમારા ચોથા સુખભાવે આવશે. આંતરિક-માનસિક અશાંતિ રહે. બિનજરૂરી વાદ-વિવાદથી દૂર રહેવું યોગ્ય ગણાય .
તા . ૦૭-૦૩-૨૦૧૯થી કેતુ તમારા દસમા કર્મસ્થાને આવશે. અનેક લોભામણી લાલચો તમને આકર્ષિત કરશે. આજીવિકા સબંધી સાધનોની ઉપેક્ષા થતી જણાય.
સ્ત્રીઓ માટે – સ્ત્રીઓ માટે આ વર્ષ માધ્યમ પસાર થાય.આંતરિક-શારીરિક તેમજ માનસિક અશાંતિ રહે. પરિવારના સભ્યો સાથે મનદુઃખના પ્રસંગો બને
વિદ્યાર્થીઓ માટે – વિદ્યાર્થીઓ માટે આ વર્ષે મધ્યમ પસાર થાય, મહેનત -પરિશ્રમ વધુ છતાં સફળતા નહિવત મળે. કઠોર પરિશ્રમ જ તમારી સફળતાનાં પાયાને સ્થિર બનાવશે.