દેશના સ્ટાર જેવેલિયન નીરજ ચોપડા 18 ઓગસ્ટે જાકાર્તામાં થનાર એશિયન ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ માટે શુક્રવારના રોજ ભારતીય દળના ધ્વજવાહકની પસંદગી કરવામાં આવી હતી.
ભારતીય ઓલમ્પિક સંઘ (આઇઓઈ) ના અધ્યક્ષ નરિન્દર બત્રાએ દળ માટે આયોજિત ડિપાર્ચર સેરેમનની દરમિયાન આ જાહેરાત કરી હતી. એશિયા ગેમ્સનું આયોજન 18 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી જાકાર્તા અને પાલેમ્બર્ગમાં કરવામાં આવશે. 20 વર્ષના નીરજ કોમન વેલ્થ ગેમના હાલના ચેમ્પિયન છે. જેમણે ગત મહિને ફિનલેન્ડમાં સાવો ખેલોમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું. બિરાજે 2017 માં એશિયા એથલેટ ચેમ્પિયનશિપમાં 85.23 મીટર થ્રો કરીને ગોલ્ડ પોતાને નામ કર્યું હતું.
નીરજે પોલેન્ડમાં 2016 આઇએએએફ વિશ્વ અંડર-20 ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેળવ્યું હતું. પૂર્વ હોકી કેપ્ટન સરદાર સીંઘ 2014 માં ભારતના ધ્વજવાહક હતા. ભારતીય ખેલાડીઓએ સાઉથ કોરિયાના ઇંચિયોનમાં ગત ચરણમાં 11 સ્વર્ણ, 10 રજત અને 36 બ્રોન્ઝ એમ કુલ 57 પદક મેળવ્યા હતા.