અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરી વિવાદ સામે આવ્યો હતો અને સિવિલનાં તમામ ડૉક્ટર અચારન વિજળીક હડતાળ પર ઉતરી જતા ભારે અફરા તફરીનો માહેલ સર્જાયો હતો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગા-પરિવાર દ્વારા કોઇ વાતને લઇને ફરજ પર હાજર ડૉક્ટર પર હુમલો કરવામા આવ્યો હતો. હુમલાનાં પગલે તબીબોમાં ભારે નારાજગી વ્યાપી ગઇ હતી અને તમામ તબિબો હડતાળ ડોક્ટરની સુરક્ષા શું નાં મુદ્દાને લઇને હડતાળ પર ઉતરી ગયા હતા.
ડોક્ટરો દ્વારા અચાનક વિજળીક હડતાળના પગલે દર્દીઓમાં ભારે ઉહાપો જોવા મળી રહ્યો હતો અને દર્દીઓની સ્થિતિ કફોડી બની જાય તેવી દહેશત ફેલાઇ ગઇ હતી. જો કે, અધિકારીઓની સમજાવટ બાદ સમગ્ર મામલો થાળે પડ્યો અને અધિકારીઓ દ્વારા જવાબદાર સામે કાર્યવાહી કરવાની ખાતરી અપાઇ હતી. હાલ તો હડતાળને માનવતાનાં ઘોરણે સંકેલી લેવામા આવી છે. પરંતુ ડોક્ટરની સુરક્ષા વધારવા માટે કાર્યવાહી હાથ ધરાશે કે કેમ તે પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે.
જુઓ હુમલાનાં વિવાદ પર સમગ્ર રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ સાથે…….
આપને જણાવી દઇએ કે થોડા દિવસો પૂર્વે પણ દર્દીનાં સગા દ્વારા ડોક્ટર પર હુમલો કરવામા આવતા ડોક્ટરો દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. તો વળી પશ્ચિમ બંગાળમાં કોલકતા સિવિલનાં ડોક્ટરો પર હિચકારા હુમલા પછી દેશભરનાં ડોક્ટરો દ્વારા બંધ અને હડતાળ યોજવામા આવી હતી. ત્યારે પણ કોઇને કાઇ સરકાર દ્વારા સુરક્ષાનું વચન આપી મામલો થાડે પાડવામા આવ્યો હતો. પરંતુ આ મામલે કાયમી નીકાલ આવે અને ડોક્ટરોની સુરક્ષાનાં પુખ્તા ઇન્તઝામ કરવામા આવે તેવી ડોક્ટરોની માંગ યથાવત છે.
જુઓ અમદાવાદ સિવિલમાં આખરે કેવી રીતે સમ્યો વિવાદ ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન