Botad News: ગુજરાતમાં બોટાદ જિલ્લાના રાણપુર શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી પર હુમલો થતાં સનસનાટી મચી ગઈ છે. તેના લીધે સારવાર માટે હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં રાણપુર પોલીસ હોસ્પિટલ પહોંચી અને તેની તપાસ હાથ ધરી છે.
સમગ્ર બનાવની વિગત એવી છે કે બોટાદ જિલ્લાના રાણપુર શહેરના ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અશોકભાઈ ગોહિલની ઇલેક્ટ્રિકની દુકાન આવેલી છે. અશોકભાઈ ગોહિલ આજે સવારના તેમની દુકાન બહાર પેપર વાંચી રહ્યા હતા તેમા ઇમરાન નામના શખ્સે તેમના પર હુમલો કર્યો હતો. અશોકભાઈને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે રાણપુરની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
સમગ્ર ઘટનાક્રમની એવી છે કે બે દિવસ પહેલા રાતના સમયે ઇમરાન અશોકભાઈની દુકાનનું તાળુ તોડતો હતો, જે અશોકભાઈ જોઈ ગયા હતા. અશોકભાઈએ પોલીસને જાણ કરી હતી, જેની દાઝ રાખી અશોકભાઈ પર તેણે હુમલો કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં રાણપુરના સ્થાનિક ભાજપના આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. રાણપુર પીએસઆઈ સહિતના પોલીસ કાફલાએ હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કાયદો કાયદાનું કામ કરશે.
આ પણ વાંચો: ગુજરાતના ત્રણ નેતાઓ રાજ્યપાલ બનવાની હોડમાં
આ પણ વાંચો: ગુજરાતના નિવૃત્ત આઇએએસ અધિકારીનું અમેરિકામાં નિધન
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં મેઘમહેર
આ પણ વાંચો: અગ્નિવીરને લઈને ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત