Surat News : સુરતના કામરેજમાં એક હોટેલમાં ચાકૂથી હૂમલાનો બનાવ બન્યો હતો. જેમાં ત્રણ શખ્સોએ જમ્યા બાદ બિલ ચુકવવાનો ઈન્કાર કરીને દાદાગીરી કરી હતી. જેમાં હોટેલના સ્ટાફ સાથે મારામારી કરીને ચાકૂથી હૂમલો કર્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીને વદુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ સુરતના કામરેજ ખાતે આવેલી ઉંભેળની મહાદેવ હોટેલમાં હૂમલાનો આ બનાવ બન્યો હતો. જેમાં ત્રણ શક્સો આ હોટેલમાં જમવા માટે આવ્યા હતા. જમી લીધા બાદ આ શખ્સોએ બિલ ન ચુકવવા માટે દાદાગીરી શરૂ કરી હતી. હોટેલના કાઉન્ટર પર બેઠેલા શક્સોએ જમવાના બિલની માંગણી કરતા આ શક્સો ઉશ્કેરાઈ ગયા હતા.
દરમિયાન મામલો બિચકતા ર શખ્સો પૈકી એક શખ્સે હોટેલના કર્મચારીને તમાચો ફટકારી દીધો હતો. ઉપરાંત અનેય એક શખ્સે ચાકૂ કાઢીને હોટેલના સ્ટાફ પર હૂમલો કરતા વાતાવરણ તંગ બન્યું હતું અને લોકોમાં ડર ફેલાઈ ગયો હતો.
એટલું જ નહી દાદાગીરી કરનારા આ બદમાશોએ હુમલો કર્યા બાદ પથ્થરમારો કરીને ફ્રીઝરના કાચનો ભુક્કો બોલાવી દીધો હતો. મારામારી કર્યા બાદ ત્રણેય શક્સો અહીંતી ફરાર થઈ ગયા હતા.
હુમલા અને દાદાગીરીની આ સમગ્ર ઘટના અહીંના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અંગે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરાર થતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો:એસ.ટી બસના ડ્રાઇવરે યુવતી પર આચર્યું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી યુવતીને ફસાવી
આ પણ વાંચો:કોંગ્રેસના અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા
આ પણ વાંચો:બનાસકાંઠામાં એક કરોડ રોકડા ઝડપાયા
આ પણ વાંચો:નાસાના રોકેટ મિશનમાં વડોદરાનો યુવાન અગ્રણી વૈજ્ઞાનિક