મેલર્બનઃ ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની જોડીએ ઓસ્ટ્રેલિયન ઓપનના મિક્સ ડબલ્સમાં પોતાના જોડીદાર સાથે બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે.
બોપન્ન અને કેનેડાની ગૈબ્રિયલા ડાબરોવસ્કીએ સુપર ટાઇબ્રેકરમાં માઇકલ વીનસ અને કૈટરીના સેબ્રોત્નિકને 6-4,6-7,10-7 થી હાર આપી હતી. તેમજ સાનિયા મિર્ઝા અને ક્રોએશિયાના ઇવાન ડોડિજ બીજા નંબરની સ્ટાર જોડીએ અમેરિકી ઓપન ચેમ્પિયન લોરા સીએજમંડ અને મેટ પાવિચને 7-5,6-4,5-7 થી હાર આપી હતી.
મેંસ ડબલ્સમાં બોપન્ના અ લિએન્ડર પેસના બહાર થયા બાદ ભરતીય પડકાર પૂરો થઇ ગયો હતો. સાનિયા મહિલા ડબલ્સમાં ચેક ગણરાજ્યની બારબરા સ્ટ્રાઇકોવા સાથે સ્પર્ધામાં છે. પુરુષોના સિંગલ્સમાં ભારતના સિદ્ધાંત ભાટિયા પહેલા રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાના અલેક્જેન્ડર ક્રનોક્રાક સામમે 6-2,6-7,5-7થી હાર થઇ હતી.